• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા તાલુકાના ૧૨ થી ૧૪ વર્ષ ની બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે.*

તારીખ ૧૬/૦૩/૨૦૨૨ થી કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ તાલુકાના આશરે કુલ ૩૧૧૧ બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન કરેલ છે. તેમજ હવે 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

 

કોરોના થી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે. સરકારશ્રીની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેમના અનુસંધાને માળીયા તાલુકામાં પણ તારીખ ૧૬/૦૩/૨૦૨૨ થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા ૩૧૧૧ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે માળીયા તાલુકામાં આયોજન કરેલ છે. જે સ્કૂલોમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કુલોમાં જ રસીકરણ સેશન નું આયોજન કરી રસીકરણ કરવામાં આવશે.

 

કોરોના રસીકરણ માટે વિધાર્થી/વિધાર્થીનીઓ ઓનલાઈન એપોઈટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. શાળા માં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષ ના બાળકો નજીક ની શાળા કે આરોગ્ય સંસ્થા માં કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.

 

તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તારીખ ૧૬,માર્ચ-૨૦૨૨ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

 

તો ૧૬,માર્ચ-૨૦૨૨થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિધાર્થી/વિધાર્થીનીઓ પોતાની સ્કુલમાં કોરોના રસીકરણ સેસનનાં સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા માળીયા તાલુકાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીશ્રીઓને ડો. ડી.જી. બાવરવા તાલુકા આરોગ્ય અધીકારીશ્રી માળીયા નમ્ર અપીલ કરે છે.

Related posts

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત *મોરબીમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા* *૧૮૨ લાભાર્થીઓને રૂપિયા ૪૦ લાખની સહાય ચૂકવાઇ*

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો , ૧૯૭ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:માળીયા પોલીસ સ્ટેશનની રેસ્ક્યું ટીમે માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યુ*

editor

Leave a Comment