• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પોરબંદરમાં અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિધાર્થીઓને આર.ટી.ઈ. હેઠળ નિઃશુલ્ક શાળા પ્રવેશનું માર્ગદર્શન અપાશે*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવા વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી તા. ૩૦-૩ થી શરૂ થશે હાલમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગી શાઓમાં ઉંચી ફી વસુલી રહી છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં જવાથી વંચીત રહી જાય છે, જયારે સરકારની યોજના હેઠળ આવા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ નામાંકિત ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે તેમ છે અને પોતે શિક્ષીત બની પોતાની જીંદગી સન્માનભેર જીવી શકે અને પોતાની કારકીર્દી બનાવી શકે.જેથી ઉપરોકત બાબતોને ધ્યાને લઈ અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરના જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારના બાળકોને સરકારની આર.ટી.ઈ. યોજના હેઠળ ધો. ૧ થી ૮ સુધી મફત શિક્ષણ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને આ યોજનાના ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર-પુરાવા માટેની માહિતી માર્ગદર્શન માટે ટ્રસ્ટની ઓફીસે તે અંગેની જરૂરી વ્યવસ્થા કરેલ છે. જેથી આ યોજનાનો લાભ લેવાઈચ્છતા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓના વાલીઓને ટ્રસ્ટની ઓફીસે સાંજે ૬ થી ૯ દરમિયાન અશરફીનગર, ચુનાભઠી પાસે, એડવોકેટ અકબરભાઈ સેલોતનો સંપર્ક સાધવા અપીલ કરી છે.

અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. હાજી હારૂન સુન્નીવોરા અને ટ્રસ્ટી ઈમ્તીયાઝભાઈ સુન્નીવોરા તેમજ આ ટ્રસ્ટના સલાહકાર એડવોકેટ અકબર સેલોત દ્વારા જણાવાયું છે કે, અમારા ટ્રસ્ટનો ઉદેશ છે કે, ‘સૌ ભણે સૌ આગળ વધે’ અને બને તેટલા લોકો આ નિઃશુલ્ક માર્ગદર્શનનો લાભ મેળવી શકે અને પોતાના બાળકોને નામાંકિત ખાનગી શાળામાં ભણાવી શકે તેવી અમારી ઈચ્છા છે. આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી તા. ૩૦-૩ થી શરૂ થશે ત્યારે દરવર્ષ મુજબ આ વર્ષે પણ અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ફોર્મ ભરી આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા

ઓનલાઈન ફોર્મ ભરવા માટે રહેણાંકનો પુરાવો/લાઈટબીલ/રાશનકાર્ડ, બીપીએલ કાર્ડ જો હોય તો, જાતિ આવકનો દાખલો (મામલતદારશ્રીનો), બાળકનો જન્મનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટા, માતા-પિતાના ચુંટણીકાર્ડ અથવા આધારકાર્ડ, માતા-પિતા અથવા બાળકની બેંક પાસબુકની ઝેરોક્ષ, આપના ઘરની નજીકની દસ સ્કુલના નામ તૈયાર રાખવાના રહેશે. આર.ટી.ઈ. યોજનાના ઓનલાઈન ફોર્મ ફી મફત ભરવા તથા બાળકોના વાલીઓ પાસે કોઈ ડોકયુમેન્ટ ન હોય અથવા કોઈ ન સમસ્યા-પ્રશ્નો હોય તો અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટની ઓફીસ ખાતે સંપર્ક સાધી શકાય છે.

Related posts

*HELLO MORBI: ધ્રોલમાં નિવૃત્ત સરકારી કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના, ચાંદી, બાઈક, રોકડા મળી કુલ રૂપિયા૧,૮૪,૫૦૦ ની ચોરી કરી થયા રફુ ચક્કર પોલીસો સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધ ખોળ આદરી*

Hello Morbi

*જોડીયા હુન્નર શાળા પ્રજાસત્તાક પર્વ 2021 ની ગરિમાપૂર્ણ શાનદાર દબાવા પૂર્વક ની ઉજવણી સપન*

Hello Morbi

*કચરામાંથી કંચન સ્વરૂપે ચકલીનાં માળા અને ચણ-પાણી માટેનાં મોડેલ બનાવટ કાર્યશાળા યોજાઈ ગઈ*

Hello Morbi

Leave a Comment