• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે ગૌમાતાઓ માટે વિશાળ શેડ બનાવવા કરાયું ખાતમુહૂર્ત*

તાજેતરમાં ડીસાની શાસ્ત્રીજી ગૌશાળા ખાતે ગૌમાતાઓના નિવાસસ્થાન હેતુ સુવિધાયુકત શેડ બનાવવા પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને ગૌકથાનું આયોજન થયું હતું.આ ગૌકથામાં ખર્ચ બાદ કરતાં અંદાજે 42 (બેતાલીસ) લાખની બચત થવાની સંભાવના છે.

આ રકમનો સમયસર સદઉપયોગ થાય અને ગૌકથામાં જાહેર થયા મુજબ ગૌમાતાઓ માટે ખૂબ જ ઝડપથી શેડ બને તે માટે ચૈત્રી નવરાત્રિના પરમ પવિત્ર બીજા દિવસે જ ટેંટોડાના વંદનીય ગૌભકત સંત પૂજનીય રામરતનજી મહારાજના વરદહસ્તે શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે સમર્પિત ગૌભકતો સર્વ મણીલાલ પટેલ, શશીકાંતભાઈ ડી.ઠકકર, ભગવાનભાઈ બંધુ,ભરતભાઈ ભાવિકવાળા,આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, નરેશભાઈ આચાર્ય, મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ, નટુભાઈ આચાર્ય, દિનેશભાઈ ચોક્સી,તારાચંદભાઈ ઠકકર, મહેન્દ્રભાઈ આર.ઠકકર, પરેશભાઈ પ્રજાપતિ,રાજુભાઈ ત્રિવેદી,તારાચંદભાઈ ડી.મજેઠીયા,વૈકુંઠભાઈ કારિયા,અજયભાઈ માળી સહિત ખૂબ મોટી સંખ્યામાં ગૌભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ દિવસે ચૈત્રી અજવાળી બીજ નિમિતે શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા ગૌશાળા ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગનું પણ આયોજન કરાયું હતું.સૌ ગૌભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગૌકથા અનુસંધાને શશીકાંતભાઈ ડી.ઠકકરે હિસાબો રજૂ કરી ગૌશાળા માટે સૌના નિરંતર સહકાર માટે વિનંતી કરી હતી.શેડનું કામકાજ શરૂ થઈ જતાં અંદાજે બે મહિનામાં એટલે કે ચોમાસા પહેલાં પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના કરકમળો દ્રારા આ શેડનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય ઉદ્ઘાટન કરી ગૌમાતાઓને વાજતેગાજતે તેમાં પ્રવેશ અપાશે એવી જાહેરાત ભગવાનભાઈ બંધુએ કરી હતી.આ શેડમાં ઘાસચારાની ગમાણ,પીવાના પાણીની વ્યવસ્થા,શ્રી કૃષ્ણ ભજનો માટે સાઉન્ડ સિસ્ટમ, પંખાની વ્યવસ્થા સહિત ખૂબ જ આધુનિક સુવિધાઓ કરાનાર છે.

આ શેડ દર્શનીય અને જોવાલાયક બની રહેશે.

Related posts

*HELLO MORBI: હળવદમાં શેરી, રોડ રસ્તા અને ગટરની સફાઈ તેમજ રસ્તાના પેચ વર્કની કામગીરી પૂરજોશમાં*

editor

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*કુંડલિયા હનુમાનજી કૂનડ ખાતે હનુમાનજી ના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા*

Hello Morbi

Leave a Comment