• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સંતશ્રી ની કથાનું ભવ્ય આયોજન તેમજ દાતાશ્રી ઓને સન્માનિત કરાશે*

મોરબી તા.21 મેં થી 31 મેં 2022 દરમ્યાન રાત્રે 8.30 થી 11.30 વાગ્યા સુધી રામેશ્વર ફાર્મ રવાપર-ઘુંનડા રોડ ખાતે સતશ્રીની કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન.                          મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અંધ,અશક્ત,નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માસિક એક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ,કપડાં, દવા વગેરે અર્પણ કરવામાં આવે છે એ રીતે જીવન નિર્વાહ કરવામાં આવે છે પણ સ્વ.ઓ.આર.પટેલનું સ્વપ્ન હતું કે મોરબીમાં નિરાધાર જરૂરિયાત મંડો માટે એવું કંઈક નિર્માણ કરી જ્યાં આસરો મળી રહે એવું સ્થાપત્ય નિર્માણ કરવાનું બીડું પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખ વગેરે ટ્રષ્ટીઓએ ઝડપ્યું લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે ત્યારે માનવતાના આ મહા યજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર પાંચ લાખથી ઉપર દાન આપનાર 125 જેટલા દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર 350 જેટલા દાતાઓના સન્માર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.21 મી મેં 2022 ના રોજ સાંજે 6.30 વાગ્યે રવાપર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્ય પોથી સહિત 151 પોથી સાથે ભવ્ય અને દિવ્ય, જાજરમાનપોથીયાત્રા નીકળશે દરરોજ રાત્રે 8.30 વાગ્યે કથાના પ્રારંભે 10 થી 12 જેટલા દાતાઓનું વિશિષ્ટ બહુમાન કરાશે                                                        કથા વિરામના સમયે વક્તા શ્રી દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવશે જેમા રૂપિયા એકાવન હજારથી લઈને પાંચ લાખ સુધીના દાતાઓનું સન્માન કરાશે તારીખ 21 મે થી તારીખ 31મે ૨૦૨૨ સુધી ૧૧ દિવસ સુધી રાત્રે 8:30 થી 11:30 સુધી ચાલનારી સંસાર રામ પારાયણ જ્ઞાનયજ્ઞ માં શિવ વિવાહ રામ જન્મોત્સવ શ્રવણ યાત્રા સીતારામ વિવાહ કેવટ પ્રસંગ ભરત મિલાપ પ્રસંગ રામેશ્વર પૂજન રામરાજ્યભિષેક વગેરે પ્રસંગો નિ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તો સમસ્ત મોરબી પંથકના લોકોને કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે

Related posts

*મોરબી: માનવસર્જિત ઝુલતાપુલ દુર્ઘટનાને પગલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ત્રણ દાયકાના ભાજપના શાસનમાં ભયને ભ્રષ્ટાચાર વધ્યો : અમિત ચાવડા*

editor

*લ્યો કરો વાત લજાઈ ગમે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતક!!!*

Hello Morbi

Leave a Comment