• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*છારા ગામે દરિયાઈ સંપતિની ખનિજ ચોરીનો તંત્ર સામે ગામના જાગ્રુત નાગરિકનો આક્ષેપ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*છારા ગામના જાગ્રુત નાગરિક હિતેશભાઈ વાંઝાની રાષ્ટ્રીય હિતમાં ખનિજ ચોરી મામલે સરકારને અને તંત્રને અરજી*

 

*તંત્રને જાણ કરવા છતાં તંત્ર ચૂપ કેમ….??*

 

 

ખનિજ માફીયાઓ બેફામ અને તંત્ર બેદરકાર. છારા ગામે દરિયાઇ ખનિજ સંપતિની કરોડો રૂપિયાની ચોરી સામે તંત્ર ચૂપ કેમ…..? ખનિજ ચોરી કરનાર કે ચોરી મુક પ્રેક્ષક તરીકે કરવા દેનાર તંત્ર આમા ચોર કોણ ચોરી કરનાર કે ચોરી કરવા દેનાર…? ગુન્હેગાર કોણ…..? ઘટનાની હકીકત મુજબ કોડીનાર તાલુકાના છારા ગામમાં અનેકવાર ફરિયાદો અને અરજીઓ છતાં પણ ખનિજ ચોરો શા માટે બેફામ છે તે જ ખબર પડતી નથી અને દરિયાઈ રેતી ચોરી છે – કે તંત્રની ચોરી…!! યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ચોરી કરવા છતાં તંત્ર ચૂપ કેમ એ જ રહસ્ય ઉકેલાતા નથી. તપાસના નામે નાટકો અને નાટકીય અંદાઝમાં નાગરિકોની ફરિયાદો અને અરજીઓને નજર અંદાજ કરવામાં તંત્ર દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરેલી છે. મામલતદાર હોય કે ખાતુ કોઈ પણ નાગરિકોની અને ગ્રામજનોની દરકાર લેવા કોઈ તૈયાર નથી ઉલ્ટાની ખોટી ફરિયાદો દ્વારા જાગ્રુત નાગરિકોને ફસાવવા માટે કાવતરા કરવામાં આવે છે…!! તેમ પણ જાણવા મળ્યું છે. નિર્દોષ નાગરિકોની અને ગરીબ ગ્રામજનોની માંગણીઓ દબાવી અને કોણ એવુ જાદુ કરે છે કે તંત્ર નાગરિકોની માંગણીઓ અને લાગણીઓ કચડી નાખીને નાગરિકને ભોંયભેગો કરી દેવા તત્પર રહે છે. ગામના નાગરિક હિતેશભાઈ ટાભાભાઈ વાંઝા દ્વારા અનેકવાર રજૂઆતો કરી, પંચાયતમાં રજૂઆતો કરી પણ તંત્ર આ જાગ્રુત નાગરિકોનું શા માંટે સાંભળ્યું નહિ…?? શા માટે તેમની માંગણીઓ કે ફરિયાદો ઉપર ધ્યાન આપે……!! ક્યાંક અજાણ્યા એવા વ્યક્તિ કે પેઢી સાથે સાથે તંત્રનું પણ ગોઠવાઈ ગયું નથી ને…….. જો આવુ ના હોય તો દેદાની દેવળી ગામે વર્ષો જૂના વ્રુક્ષો નું નિકંદન કાઢી મહાકાય રાક્ષસી વાહન કંપની દ્વારા કાઢવામાં તંત્ર અને ખાતુ બંને કામે લાગી ગયા હતા તે વિડિઓ અને જાગ્રુત નાગરિકો દ્વારા સવાલ કરતા જે તંત્ર દોડાદોડ કરી હતી તે હકીકત થોડા સમય પહેલા જ બની હતી…….. તે બાબતે વાંધો ઉઠાવે અને પર્યવારણના નિયમોનો પણ ઉલળ્યો કરીને કંપની કેમ અગ્રેસર બની તે કાઇ ખબર પડતી નથી. આ પૂર્વે પણ દરિયાઈ સંપતિની અનઅધિકૃત ચોરી અને રેતી ચોરીનો મામલો છાપે ચડ્યો અને જેવો છાપે ચડયો તેવો જ નીચે પડ્યો…..!! કોઈ જ પરિણામ આવ્યું નહિ. આ ચોરો કોણ હશે અને કેમ આ કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરવા દેવામાં આવે છે….. શું કોઈનો ભાગ હશે કે કોઈનો ડર એ તો તપાસનો વિષય છે પણ તપાસ કરે કોણ……!!! તપાસમાં ચોરી નહિ થાય તેમ કેમ કહી શકાય…? ક્યાંક ને ક્યાંક ખનિજની જરૂરિયાત હોય પણ આ જરૂરિયાત પૂરી પાડે કોણ…? શું છારા ગામમાં આ ખનિજ માફીયાઓને ગેરકાયદેસર દરિયાઈ રેતી ચોરી કરવાનો પરવાનો પણ સરકારે આપી દીધો છે……??? શું દરિયાઈ સંપતિ સંરક્ષણ બાબતે પ્રકૃત્તિ અને ફોરેસ્ટ સંબધી કોઈ જ સરકારી તંત્રના કોઈ સવાલો કેમ નહિ..? આવા તો અનેક સવાલો આજે ગ્રામજનો દ્વારા તંત્ર સામે ઊઠી રહ્યા છે. હવે જોવુ એ રહ્યુ કે આ ખનિજ ચોરી મીડિયાના અહેવાલો પ્રકાશિત થયા બાદ અટકશે કે કેમ……?? શું જનહિતમા અરજી કરનાર છારા ગામના નાગરિક હિતેશભાઈ વાંઝા ને ન્યાય મળશે કે કેમ…….?? કુદરતી સંપતિનો નાશ થતા જો અટકાવવામાં નહિ આવે તો આ ખનિજ માફીયાઓ તેનો સંપૂર્ણ નાશ કરશે અને જેનાથી ગ્રામજનો…. દેશવાસીઓને જ નહિ સમગ્ર રાષ્ટ્રને મોટું નુકશાન ભોગવવું પડશે………!!રાષ્ટ્રીયતાના હિતમાં હિતેશભાઈ વાંઝા દ્વારા કરવામાં આવેલી જાહેર જન હિતની અરજીને ધ્યાનમાં કુદરતી સંપતિનો વ્યય અટકાવવા રાષ્ટ્રીય હિતમાં એક સામાન્ય નાગરિકની લડતને ધ્યાનમાં રાખીને ન્યાયિક પગલા તંત્ર દ્વારા ભરવામાં આવે છે કે હજુ ટ્રેકટરો રેતીના ચોરી કરીને ભરાય એ હવે જોવુ રહ્યું…!! હિતેશભાઈ વાંઝા દ્વારા જો આ બાબતે તંત્ર કોઈ ન્યાયિક પગલાઓ નહિ ભરે તો તમામ આધાર – પુરાવાઓ સાથે તેઓ કોર્ટના દ્વાર ખટખટાવશે તેવુ આધારભૂત સૂત્રોના તેમજ લોકચર્ચાના જણાવ્યા મુજબ જાણવા મળ્યું છે.

 

Related posts

*HELLO MORBI:ટંકારા ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી*

editor

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

Hello Morbi

*થરાદના જલારામ ખીચડી ઘરની મુલાકાત લેતા ડીસાના જલારામ ભકતો*

Hello Morbi

Leave a Comment