• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા કન્યા શાળા ના ખૂલતાં જ વેકેશન ના પ્રથમ દિવસ થીજ વિધાર્થિનીઓ હાજર*

શરદ એમ.રાવલ.હડિયાણાહડિયાણા કન્યા શાળાના પ્રથમ દિવસે વેકેશન ખુલતા જ વિદ્યાર્થી નિઓ નિયમિત રીતે શાળાએ હાજરી આપવા તૈયાર થઈ જાય છે………………………………..

વેકેશનનું નામ સાંભળતા જ વિધાર્થીઓ ખુબ જ ખુશ થઇ જાયછે.વેકેશનદરમિયાનવિધાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે,મોજ મસ્તી કરતા હોય છે તથા પોતાની મનગમતી વિવિધ પ્રવૃતિઓ કરતા હોય છે.પરંતુ જેવું વેકેશન પૂરું થતા જ તેઓને શાળાએ આવવાનું હોય છે.જેમાં ઘણા વિધાર્થીઓ વેકેશન ખુલતા જ શાળામાં નિયમિત થઇ જતા નથી. તેઓ ઘણીવાર શરૂઆતમાં ગેરહાજર રહેતા હોય છે.શ્રી હડીયાણા કન્યામાં ખુલતા વેકેશનના પ્રથમ દિવસથી જ શાળામાં વિધાર્થીનીઓ નિયમિત હાજરી આપતી થઈ જાય એવા ઉમદા હેતુથી શાળા પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે એટલે કે તારીખ ૧૩/૦૬/૨૦૨૨ ના રોજ શાળામાં હાજર રહેનાર દરેક વિધાર્થીની બહેનોને શાળા પરિવાર તરફથી શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા તથા સમગ્ર સ્ટાફ દ્વારા ગીફ્ટ આપવામાં આવી હતી ઉપરાંત શાળાની તમામ વિધ્યાર્થિની બહેનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની પાછળનો મુખ્ય હેતુ શાળામાં વિધાર્થીનીઓની પ્રથમ દિવસથી જ નિયમિત હાજર રહે તેવો હતો.આજ રોજ ગીફ્ટ મેળવી શાળાની તમામ વિધાર્થીની બહેનો ખુબ જ ખુશ જણાતી હતી……

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગ યોજાઇ*

editor

*HELLO MORBI: વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો*

editor

*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે પટેલના સમર્થનમાં આવતીકાલે બાઈક અને કાર રેલી નું આયોજન*

Hello Morbi

Leave a Comment