• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયા તાલુકાના મેઘપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરાયું*

માળીયા તાલુકાની શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને તેમજ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1 ના તમામ ભૂલકાઓને માજી સરપંચ વિજયભાઈ મિયાત્રા દ્વારા સ્કૂલબેગ અને કીટ તેમજ માળીયા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ચંદુભાઈ લાવડીયા અને માળીયા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ભરતભાઈ ખાંભરા દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સાથે જ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 1 થી 3 ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સ્વ.રવાભાઈ જગાભાઈ ડાંગરના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવ વિષય પર શાળાના વિદ્યાર્થી વિવેક ડાંગર દ્વારા સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન યુવરાજ રાજેશભાઈ સોલંકી તેમજ ડાંગર વિવેક દેવાયતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પધારેલા મહેમાનોની આભારવિધિ શાળાના શિક્ષક શ્રી કે.કે.લાવડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં, મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના અધિકારી જે. આઈ. લેઉઆ સાહેબ, મોરબી જિલ્લા પ્રાંત અધિકારીશ્રી ડી. એ. ઝાલા સાહેબ, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડ, માળિયા તાલુકા વિકાસ અધિકારી આર. એ. કોંઢીયા સાહેબ, માળીયા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ચંદુભાઈ લાવડીયા, માળીયા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ભરતભાઈ ખાંભરા, ગામના સરપંચ શ્રી કાનાભાઈ રાઠોડ ,ઉપસરપંચ શ્રી દેવદાનભાઈ ખાંભરા, તથા ગામના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જગદીશભાઈ બાવરવા તેમજ સ્ટાફના પી.સી.ઝાલા, ભારતીબેન કુંડારીયા તેમજ કે.કે.લાવડીયા અને ગામના યુવાનોએ ખાસ જહેમત ઉઠાવી હતી.

Related posts

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*HELLO MORBI:વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

Hello Morbi

Leave a Comment