• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર ના ઘાંટવડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ…હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

નન્દ કે ઘર આનન્દ ભયો, જય કનેયા લાલ કી, આજે સમગ્ર દેશ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી ધૂમધામ થી મનાવા માં આવી રહી છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી ની ઉજવણી ધૂમધામ થી મનાવા માં આવી હતી

અને ઘાંટવડ રુદ્રેસ્વર મંદીર થી શોભયાત્રા કાઢવા માં આવી. ઘાંટવડ ના વિવિધ માર્ગે બાંધવા માં આવી હતી. રૂદ્રેશ્વર મહાદેવ ના મંદિર થી નીકળી ભવ્ય શોભાયાત્રા માં હજારો ની સંખ્યા માં કૃષ્ણ ભક્ત જોડાયા હતા. અને ઘાંટવડ ના વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરી હતી ઢોલ નગારા અને નાચ ગાના સાથે લોકો હાથી ઘોડા પાલકી જય કન્યાલાલ કી ના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઘાંટવડ ના તમામ માર્ગો ભક્તિમય માહૌલ માં જોવા મળ્યા હતાં

આજરોજ કોડીનાર તાલુકા ઘાંટવડ ગામે રુદ્રેસ્વર ભારતી આશ્રમ ના 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી મૂકતાનંદ ભારતી મહારાજ દ્વારા જન્માષ્ટમી નીમીતે ભગવાન શ્રી કૃષ્ણ કાળીયા ઠાકોરની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી જેમા ઘાંટવડ મુસ્લીમ સમાજના અગ્રણીઓ વડીલો તથા યૂવાનો એ હાજરીઆપી જેમાં ઘાંટવડ ના સરપંચ અબ્દુલ ભાઈ મહેતર તથા ઉપસરપંચ નટવરસિંહ મકવાણા તથા પૂર્વ સરપંચ વાલજીભાઈ વાઢેર તથા ઘાંચી સમાજના પૂર્વ પટેલ ઈકબાલભાઈ સેલોત તથા રફિકભાઈ મહેતર અયુબભાઈ સેલોત તથા આદમ ભાઈ સેલોત તથા નામી અનામી માણસો દ્વારા આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ઘાંટવડ હુસેની ચોકમા શોભાયાત્રાનુ સ્વાગત કરી મુક્તાનંદ ભારતી મહારાજ ને ફુલહાર અને ચાલ ઓઢાડી ને સ્વાગત કરી અને એકબીજા ને ફૂલહાર પહેરાવી સન્માન કર્યુ અને ઘાંટવડ ખાતે હિંદુ-મુસ્લીમ સમાજમા એકતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ હતું

 

Related posts

*મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા આયોજીત પેરા લીગલ ટ્રેનિંગ મા મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના એડવોકેટ શ્રી વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યુ.*

Hello Morbi

કલોલમાં વિનાશક બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, ONGC પાઈપલાઈનમાં ધડાકાની આશંકા

Hello Morbi

*જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નાથાલાલ. સી. સાવરિયા જોડિયા અછતગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment