
તારીખ 30/10/2022 ના રોજ સાંજે આશરે 7:00 કલાકે મોરબી જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને ફરવા જવા માટેનો ઝૂલતો પુલ કેજે દરબારગઢ અને એલ.ઇ. કોલેજની વચ્ચે આવેલ તે પુલ તૂટી ગયેલ. જેમાં સહેલાણીઓ મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલ હોવાના સમાચાર મળતાં પ્રધાનમંત્રીશ્રી દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા વહીવટીતંત્રને તાત્કાલિક આદેશો કરતાં જામનગર થી SRPF ની 02 પ્લાટૂન, વડોદરાથી SDRF ની 3 પ્લાટૂન, રાજકોટ થી SDRF ની 3 પ્લાટુન, રાજકોટ ફાયર બ્રિગેડની 07 ટીમ 10 બોટો સાથે તેમજ 108 ની ૪૫ થી વધુ એમ્બ્યુલન્સો અને અન્ય નજીકના સ્થળની તમામ એમ્બ્યુલન્સ વાનોને તથા એરફોર્સ જામનગરથી ગરૂડ કમાન્ડો 01 ટીમ તથા ભુજ અને સુરેન્દ્રનગરથી આર્મીની બે કોલમ, તેમજ આર્મીના ૮ ડૉક્ટર્સ અને પેરા મેડીકલ ટીમ, ગાંધીનગરથી 2 અને તથા વડોદરાથી 3 NDRFની ટીમ રવાના કરવામાં આવેલ તેમજ COAST GUARDની 02 ટીમ, ARMYની ટીમ, NAVYની 02 ટીમ અને RAF ની ટીમો, ઉપરાંત અન્ય નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે ઘટના સ્થળ પર પહોચી તાત્કાલિક રેસ્ક્યુની કામગીરીમાં જોડાયેલ હતા. આજરોજ સવારે ૦૯.૦૦ કલાક સુધીમાં કુલ ૧૩૩ ડેડબોડી મળી આવેલ છે. જે પૈકી તમામ ૧૩૩ મૃતદેહોને તમામ વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેઓના સગા-સંબધીઓને સોપવામાં આવેલ છે. હાલ સુધીમાં ૦૧ વ્યક્તિઓ મિસિંગ હોવાના સમાચાર સંબધીઓ તરફથી મળેલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે જે પૈકી ૦૬ ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને ૦૫ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૦૨ લોકોને વધુ સારવારઅર્થે રાજકોટમાં સિફ્ટ કરવામાં આવેલ છે. આ ગોઝારી દુર્ઘટના બાદ મોરબીની ક્રિષ્ના, આયુષ, સમર્પણ, શિવમ, સદ્દભાવના અને નક્ષત્ર હોસ્પિટલો ઉપરાંત મોરબીની લગભગ તમામ ખાનગી હોસ્પિટલો દ્વારા રાહત અને બચાવની કામગીરીમાં નિઃશુલ્ક સેવા-સારવાર આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડ્યું છે. મોરબીના મોટાભાગના ખાનગી ડૉક્ટર્સ દ્વારા સમગ્ર રાત્રી દરમિયાન હોસ્પિટલમાં હાજર રહીને ખડેપગે ઇજાગ્રસ્તોને સારવાર આપી વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ રાહત અને બચાવની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
રાત્રી દરમ્યાન ચાલેલા રેસ્કયુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ૨૦૦ થી વધુ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ અને મહેસુલ મંત્રીશ્રીએ તાકીદે ઘટના સ્થળની મુલાકાત લઈ, સીવીલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સમગ્ર દુર્ઘટના બાદ મોરબીની જનતા તેમજ સ્વયંસેવી સંસ્થાઓએ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કર્યું હતું. રાત્રી દરમ્યાન ચાલેલા રેસ્કયુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ૨૦૦ થી વધુ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ અને મહેસુલ મંત્રીશ્રીએ તાકીદે ઘટના સ્થળની મુલાકાત લઈ, સીવીલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સમગ્ર દુર્ઘટના બાદ મોરબીની જનતા તેમજ સ્વયંસેવી સંસ્થાઓએ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
દરમિયાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ મોરબીમાં જ રાત્રી રોકાણકરી રૂબરૂ ઉપસ્થિત રહી રેસ્ક્યુ ઓપરેશન અને બચાવ કામગીરી કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડી દિશાસૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલના પરિવારને રૂપિયા 4 લાખ તથા ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે 50 હજારની સહાયની રકમ જાહેર કરવામાં આવેલ છે. તેમજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ માટે બે લાખની રકમ જાહેર કરવામાં આવેલ છે. માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા મોરબી સસ્પેન્શન બ્રીજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ છે.
