• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

સિવિલમાં દાખલ ૬ ઘાયલોની તબિયત હાલ સામાન્ય: સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે જોવા વડાપ્રધાનશ્રીની ખાસ સૂચના

૦૦૦૦૦૦

માહિતી બ્યુરો, મોરબી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) – આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા વડાપ્રધાનશ્રીએ સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી.

આ તકે તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. પી.કે. દૂધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રિયંકા/સંદીપ ૦૦૦૦૦૦

Related posts

*જોડીયા ગામના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા રજૂઆત કરો ની અપીલ કરતા હેમલ ગીરી ગોસ્વામી*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા ખાતે નિશુલક ઓપરેશન કેમ્પ યોજાયો*

editor

*વાંકાનેર હસનપર ગામ પંચાયત દ્વારા છાપરા વાળીને રહેતા પરિવારજનો માટે સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ*

Hello Morbi

Leave a Comment