મોરબીના ટુ વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૨૫/૧૧/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૨૫/૧૧/૨૦૨૨ થી તા.૨૭/૧૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૭/૧૧/૨૦૨૨ થી તા.૨૯/૧૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. તા.૨૯/૧૧/૨૦૨૨ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઇને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
