• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાનાં ચક્ષુદાતા સદગત શારદાબેન મફતલાલ મોદીનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

ડીસાનાં ચક્ષુદાતા સદગત શારદાબેન મફતલાલ મોદીનું કરવામાં આવેલ મરણોતર સન્માન
ખૂબ જ ધાર્મિક,સેવાભાવી,લાગણીશીલ એવાં નિવૃત શિક્ષિકા શારદાબેન મફતલાલ મોદીનું તાજેતરમાં 86 વર્ષની જૈફ વયે ટૂંકી બિમારી બાદ દુઃખદ નિધન થયું હતું.સદગતના પતિદેવ મફતલાલ મોદી ઘણા વર્ષોથી ડીસા નગરમાં ચક્ષુદાનનું અમૂલ્ય સત્કાર્ય કરે છે.સદગત શારદાબેને પણ ચક્ષુદાન કરતાં શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ જ્યોતિ ચક્ષુ બેંક દ્રારા સન્માનપત્ર અર્પણ કરી મરણોતર સન્માન કરી આ સન્માનપત્ર પરિવારજનોને અર્પણ કરાયું હતું.
આ પ્રેરણાદાયી અવસરે યશવંતશાસ્ત્રીજી મહારાજ,ધારાસભ્ય પ્રવિણભાઈ માળી,ડો.સી.કે.પટેલ,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,જયંતિભાઈ ઓઢાવાળા,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,શીવરામભાઈ પ્રજાપતિ,રસિકભાઈ ચાંપાનેરી,ડો.ચિરાગભાઈ મોદી,ચંદુભાઈ એટીડી,,રમેશભાઈ કચરાણી,પ્રહલાદભાઈ સહયોગ સહિત સૌએ સાથે મળી સદગત શારદાબેન મોદીનું સન્માનપત્ર દ્રારા મરણોતર સન્માન કર્યું હતું.ચંદુભાઈ એટીડી દ્રારા ચક્ષુદાતા શારદાબેન મોદીનો મોમેન્ટો બનાવી પરિવારને અર્પણ કરાયો હતો.નાનાં બાળકો કૃપા મોદી તેમજ આશ્રય સોનીએ પણ પોતાનાં વકતવ્યો દ્રારા શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.પરિવાર વતી મફતલાલ મોદીએ સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી દુખની આ વસમી વેળાએ સહકાર,આશ્ર્વાસન તેમજ સાંત્વના આપનાર સૌનો આભાર માન્યો હતો.

Related posts

*HELLO MORBI;નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે DYSP સમીર શારડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું*

editor

*મોરબીને જીઆઇડીસી ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખ ભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવા નું ભવ્ય આયોજન*

editor

Leave a Comment