
*કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ગાંધીનગર ખાતે રજૂઆત: ખેડૂતોને સિંચાઈ માટે ૧૦ કલાક વીજળી આપવા ઉર્જા મંત્રીનો હકારાત્મક અભિગમ*
ગાંધીનગર ખાતે ૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ ઉર્જા વિભાગના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સિંચાઈ માટે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે, જેની ત્વરિત અને યોગ્ય અમલવારી કરવા માટે મંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું.મુખ્યત્વે ખેતી આધારિત હોવાથી, હાલમાં વરસાદની અનિયમિતતા અને પાણીની અછત વચ્ચે ઊભા પાકને બચાવવા ખેડૂતો માટે સિંચાઈ અત્યંત જરૂરી બની છે. ખેડૂતોને પૂરતા કલાક વીજળીનો લાભ મળી રહે તે માટે પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગને તાકીદે યોગ્ય સૂચનાઓ આપવા લેખિત ભલામણ કરવામાં આવી છે. આ સમયે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પુવૅ પ્રમુખ હસુભાઈ વોરા સહીતના આગેવાનો જોડાયા હતા અને ધારાસભ્યશ્રીની આ રજૂઆતને ધ્યાને રાખીને માનનીય ઉર્જા મંત્રીશ્રીએ ઝડપથી નિર્ણય લેવાનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને વીજ પુરવઠા અંગેની અમલવારી સત્વરે કરાવવા માટે ખાતરી આપી હતી.(*લલિત નિમાવત દ્વારા*)
