• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જલારામ મંદિર ડીસા દ્રારા પૂજ્ય હીરાબાને અપાઈ શ્રધ્ધાંજલી*

જલારામ મંદિર ડીસા દ્રારા પૂજ્ય હીરાબાને અપાઈ શ્રધ્ધાંજલી
ખૂબ જ સારી તંદુરસ્તી સાથે ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક જીવન જીવીને 100 મા વર્ષે આ પૃથ્વી ઉપરથી વિદાય લેનાર હીરાબેન દામોદરદાસ મોદીનું જીવન અનેકજનો માટે પ્રેરણાદાયી છે.તેમના તમામ કર્મઠ સુપુત્રો તેમજ સુપુત્રીમાંથી નરેન્દ્રભાઈ મોદી ભારત દેશના અતિ સફળ વડાપ્રધાન તરીકે સુકાન સંભાળી રહેલ છે.
સદગત હીરાબાને દિવ્ય શ્રધ્ધાજલી અર્પણ કરવા જલારામ મંદિર ડીસા ખાતે જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી તેમજ રાષ્ટ્રપ્રેમી ભાઈબહેનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રાર્થનાસભામાં સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,મફતલાલ મોદી,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,દિનેશભાઈ કવિરાજ,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,ઈશ્ર્વરભાઈ રાવળ,મહેશભાઈ મનવર,કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર,કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ,કિરણભાઈ માળી સહિત સૌએ હીરાબાના ગુણાનુવાદ કરી શાબ્દિક શ્રધ્ધાંજલી દ્રારા પુષ્પાંજલી અર્પણ કરી હતી.વિવિધ સંસ્થાઓના અનેક અગ્રણીઓ તેમજ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અધ્યક્ષ મહોદય યશવંત શાસ્ત્રીજી મહારાજે પણ હીરાબેનના પ્રેરણાદાયી જીવન વિષે વાત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિંદગી સામેની લડત માં જીતનો નવો અધ્યાય: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ બચાવ્યો વધુ એક જીવ*

editor

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

Hello Morbi

*જામનગર ખાતે રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી હકુભા જાડેજા એ પરિવાર સાથે કર્યું મતદાન*

Hello Morbi

Leave a Comment