• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોટીબરાર મોડલ હાઇસ્કુલ ખાતે વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

 

*મોટીબરાર મોડલ હાઇસ્કુલ ખાતે વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના સયુંકત ઉપક્રમે
મોટીબરાર ખાતે આવેલી મોડલ હાઈસ્કુલમાં વ્યસનની જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા માં વક્તવ્ય આપેલ.

આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રા.આ.કેન્દ્ર સરવડના સુપર વાઈઝર દિનેશભાઈ ગોગરા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયાના ટી.એચ.વી રમાબેન , પ્રા.આ.કેન્દ્ર સરવડ નાં હેલ્થ સુપરવાઈઝર દિનેશ ગોગરા ,કૈલાશબેન ,મોટીબરારનાં સી.એચ.ઓ. એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ. ડબલ્યુ તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ પોલીસ*

editor

*રાજકોટ જેલમાંથી વચગાળા ના જામીન પર છૂટી ફરાર થઇ ગયેલ આરોપીને મોરબી એલ સી બી પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment