• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા માં ભષ્ટ ભાજપે* *તેજોરી ખાલી કરી નાખતા* *સાફ સફાઈ ના વાહનો બંધ શહેરમાં ગંદકી ના ગંજ* *મહેશ રાજ્યગુરુ*

*મોરબી નગરપાલિકા માં ભષ્ટ ભાજપે* *તેજોરી ખાલી કરી નાખતા* *સાફ સફાઈ ના વાહનો બંધ શહેરમાં ગંદકી ના ગંજ*
*મહેશ રાજ્યગુરુ*

.*મોરબી શહેર ની ભાજપ શાસિત* *નગરપાલિકા એ મોરબી પાલિકા ના ચલાવી સકતા અને ઝૂલતા પૂલ ની ગોઝારી ઘટના બની તેમાં જવાબદાર નગરપાલિકા ના બોર્ડ નુ ગુજરાત સરકાર દ્વારા વિસર્જન કરી ૫૨ ને ૫૨ સદસ્ય ને વહીવટ માં નિષ્ફળ ગયા છે* *તેમ માની પાલિકા ને સુપર સિડ કરી નાખી પરંતુ આ ભાજપ ના ચૂંટાયેલ સદસ્યો એ મોરબી ની પ્રજા ના ટેકસ ના રૂપિયા નો બેફામ ગેર ઉપયોગ કરી પાલિકા ની તેજોરી ખાલી કરી નાખેલી છે જેના કારણે આજે મોરબી નગરપાલિકામાં પૈસાના વાકે પ્રજાને મળતી સીટી બસની સેવા પણ પરત લેવામાં આવેલ છે તેવી જ રીતે ડોર ટુ ડોર કચરા* *કલેક્શન કરવામાં આવતું એ પણ હાલ બંધ છે જેના કારણે શેરી ગલીઓમાં કચરા ના ગંજ ખડકાયેલા છે*.
*ગુજરાત સરકાર તરફથી નગરપાલિકાને મળેલા વાહનો પણ વણ વપરાયેલા બંધ હાલતમાં છે જાણવા પ્રમાણે વાહનોમાંથી પંપ અને ટાયરો* *ગુમ થયેલાના અહેવાલો આવી રહ્યા છે આમ મોરબી* *નગરપાલિકા પૈસાના વાકે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં* *શક્તિમાન નથી કારણકે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાજપ* *શાસિતનગરપાલિકા એ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી જેના કારણે પ્રજાના ટેક્સના પેસા થી* *ભરાયેલી તેજોરી ખાલી થઈ ગયેલ છે અને સીટી બસના કોન્ટ્રાક્ટરોને અને કચરા કલેક્શન ના કોન્ટ્રાક્ટરોને બિલના ચૂકવી શકવાના કારણે કામગીરી હાલ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે*
*આમ મોરબીની પ્રજાએ ભારતીય જનતા પક્ષને સંપૂર્ણબહુમતી આપેલી તેમ છતાં વહીવટી અણઆવડત અને વહીવટી જ્ઞાનના અભાવે અને ભ્રષ્ટાચાર ના કારણે આજે મોરબી શહેરને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી રોડ રસ્તા ઓ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણીઓ વહી રહ્યા છે શેરી ગલીઓમાં અંધકાર છવાયો છે અને કચરાઓના ઢગલાઓ ખડકાઈ ગયા છે પ્રજાને એવું લાગે છે કે હવે નગરપાલિકા પ્રીમોનસુનની કામગીરી પણ કરી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે મોરબી શહેરની ટેક્સ ભરતી પ્રજા સરકારને અપીલ કરે છે કે નગર પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારની* *તાત્કાલિક તપાસ કરી જવાબદાર પદાધિકારી અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ડોર ટુ ડોર કચરા કલેક્શન ફરી પાછી ચાલુ કરવામાં આવે તેવી અમારી મોરબી પ્રજા વતી લાગણી અને માગણી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ ની પ્રેસ યાદી જણાવે છે*

*મહેશ રાજ્યગુરુ*
*મહા મંત્રી*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વાંકાનેરમાં દોષી કોલેજ કેપ્સ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ કરતા: સાંસદ*

editor

*HELLO MORBI: મોટાદહીસરા: સતત વરસાદને કારણે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતાં જોખમી બનેલા તળાવનું મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી*

editor

*HELLO MORBI: આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપ ની બોટલ જથ્થો પકડી પાડતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment