• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી વિસ્તાર માં આવેલ ઓફીસમાં જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા* *રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી સીટી બી ડીવી વિસ્તાર માં આવેલ ઓફીસમાં જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા
રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૮/૦૭/૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટઓએ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદ્દી નેસ્ત નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંગે અસરકારક કામગીરી કરવા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી,એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના Aડા રામભાઇ મંઢ, HC ભરતસિંહ ડાભી, PC ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડને હકીકત મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજા રહે.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પૂરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે ઓફીસમાં રેઇડ કરતા કુલ- ૦૫ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી
પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. મુકેશ જેરામભાઇ રાંકજા રહે.મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી
૨. રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે.ગારીયા તા.વાંકાનેર જી.મોરબી
૩. હસખુમભાઇ બાબુભાઇ ધુમલીયા રહે.મોરબી પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી ૪. હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા રહે.મોરબી મહેન્દ્રનગર પીપળવાસ
પકડવાના બાકી આરોપીન નામ સરનામુ
૧.મહેશભાઇ પટેલ રહે.મોરબી પંચાસર રોડ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ: દુઃખદ અવસાન બેસણું રામાનંદી*

editor

*HELLO MORBI NEWS:ટંકારા: હિન્દુત્વ નવનિર્માણ સંઘના પ્રમુખ યોગીરાજસિંહ નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment