
*તારીખ: ૧૮/૦૯/૨૦૨૩.
પ્રતિ,
શ્રી જિલ્લા કલેક્ટર – મોરબી
વિષય: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકા નાં ખેડૂતોને “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્ત જાહેર કરી મળવાપાત્ર સહાય આપવા બાબત.
સંદર્ભ-૧: ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
સંદર્ભ-૨: ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટીની વેબસાઈટ
www.gsdma.org ના રેઇનફોલ રિપોર્ટ્સ પ્રમાણે વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકા માં પણ વરસાદના આંકડા આવા જ છે.
(૧) સવિનય, અમારી જાણકારી પ્રમાણે વર્ષ ૨૦૨૦ થી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ખેડૂતોને પાકનો વીમો આપતી યોજના “પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” નું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કર્યું છે અને ગુજરાતમાં “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” લાગુ કરી છે. જે ગુજરાતના તમામ ખેડૂતો માટેની યોજના છે.
(૨) સંદર્ભ-૧ ગુજરાત સરકારની “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની ગાઇડલાઇન પ્રમાણે, જે તાલુકામાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.
(૩) સંદર્ભ-૨ ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટીની વેબસાઈટ પ્રમાણે વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના વરસાદના આંકડા નીચે પ્રમાણે છે:
વાંકાનેર તાલુકામાં તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે.
તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે.
જેથી સપષ્ટ છે કે વાંકાનેર તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી થયો.
જે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની શરત પૂર્ણ કરે છે.
તેથી વાંકાનેર તાલુકો “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે, તથા જો પાક નુકશાની થઈ હોય તો તે ખેડૂતો સહાય મેળવવા માટે યોગ્ય ઠરે છે.
ટંકારા તાલુકામાં –
તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે.
તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે.
જેથી સપષ્ટ છે કે ટંકારા તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી થયો. તેમજ અન્ય તાલુકાઓ માં પણ આવીજ પરિસ્થિતિ છે.
જે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની શરત પૂર્ણ કરે છે.
તેથી જીલ્લા નાં બધાજ તાલુકાઓ “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્તની વ્યાખ્યામાં આવે છે, તથા જો પાક નુકશાની થઈ હોય તો તે ખેડૂતો સહાય મેળવવા માટે યોગ્ય ઠરે છે.
(૪) “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ,
* ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩% થી ૬૦% માટે ₹ ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર, વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.
* ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦% થી વધુ માટે ₹ ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર, વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.
(૫) સરકારશ્રીના આંકડા પ્રમાણે વાંકાનેર અને ટંકારા તેમજ અન્ય તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ પેહલા સતત ૨૮ દિવસો સુધીના સમયગાળામાં વરસાદ થયો નથી. જે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની શરત પૂર્ણ કરે છે.
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલે, રાજ્ય સરકાર વાંકાનેર અને ટંકારા તેમજ જીલ્લા નાં અન્ય તાલુકાને “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” હેઠળ અસરગ્રસ્ત જાહેર કરે અને સર્વે કરી પીડિત ખેડૂતોને પાક નુકશાનની સહાય ચૂકવે તેવી અમારી માંગણી છે.
બિડાણ:
(૧) સંદર્ભ-૧ “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” ની ગાઈડલાઇન
(૨) સંદર્ભ-૨ ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેન્જમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પરથી લીધેલ વરસાદના આંકડા તા. ૧/૮/૨૦૨૩ અને તા. ૧/૯/૨૦૨૩
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી વતી*


