• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૬ કુલ કી.રૂ.૨૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ સી.પી.આઇ.શ્રી,વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાંથી ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૬ કુલ કી.રૂ.૨૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તથા સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની પાસેથી મંગાવેલ તે ઇસમ તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર વીરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી પકડવાના બાકી આરોપીઓની શોધખોળ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતીમાન કરેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને પ્રોહી. ધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીઓના નામ
૧) અનીલભાઇ અવચરભાઇ વીંઝવાડીયા/કોળી ઉવ.૨૫ રહે.ભીમગુડા તા.વાંકાનેર જી.મોરબી (૨) બળવંતસિંહ જીલુભા ઝાલા રહે.નાળધી તા.મુળી જી.સુરેન્દ્રનગર મો.નં.૭૦૧૬૧ ૩૧૯૫૭
(ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલાવનાર)
૩) વીક્રમભાઇ ગગજીભાઇ અઘારા રહે.રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર (ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર)

܀કબ્જે કરેલ મુદ્દામા
(૧) વાઇટ લેસ વોડકા,ઓરેન્જ ફ્લેવર,૭૫૦ એમ.એલ., ઇગ્લીશ દારૂની બોટલ નંગ.-૨૪ કી.રૂ.૭,૨૦૦/- (ર) કાઉન્ટી ક્લબ,ડીલક્સ વ્હીસ્કી,૭૫૦ એમ.એલ., ઇગ્લીશ દારૂની બોટલ નંગ.-૧૯ કી.રૂ.૫,૭૦૦/- (૩) વાઇટ લેસ વોડકા,ઓરેન્જ ફ્લેવર,૧૮૦ એમ.એલ., ઇગ્લીશ દારૂના ચપલા નંગ.-૧૩૮ કી.રૂ.૧૩,૮૦૦/- (૪) રોયલ ક્લાસીક વ્હીસ્કી,૧૮૦ એમ.એલ., ઇગ્લીશ દારૂના ચપલા નંગ.-૨૫ કી.રૂ.૨,૫૦૦/-

܀કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીને લાંબા અંતરની ટ્રેનો મળે તેમાટે સિરામિક એસોસીએશનની રજૂઆત*

editor

*HELLO MORBI: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શેખપાટ, જાંબુડા અને ખીજડીયા ગામે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું*

Hello Morbi

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

editor

Leave a Comment