• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

તા.૨૩/૧૦/૨૦૨૩
શ્રી, અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી,રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ ગંભીર ગુન્હા આચરી લાબા સમયથી નાસતા ફરતા રહેલ હોય તેવા આરોપીઓ પકડી પાડવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ તથા શ્રી એન.એચ ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. નાઓની સુચના મુજબ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન ASI ચંન્દ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૦૨,૪૦૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો મોરબી લાલબાગના ગેઇટ ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળી આવી જેની પૂછપરછ કરતા જે વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોર ઉવ.૨૯ રહે. કુશલપુરા ગામ સરપંચ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો હોવાનુ જણાવતો હોય જેથી મજકુર બાબતે રેકર્ડથી ખરાઇ કરતા મળી આવતા મજકુર ઇસમનેચોટીલા પો.સ્ટે.ના ઉપરોકત ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોય જેથી મજકુરને હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સોંપી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જાણ કરવા તજવીજ કરેલ છે..
આમ, છેલ્લા ૮ વર્ષથી ખૂન જેવા ગંભીર ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલસી.બી / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા,શ્રી,કે.એચ.ભોચીયા,શ્રીએ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

*મુસ્લીમ વિકલાંગ ને સાયકલ અર્પણ કરી “જલ્લા સો અલ્લાહ” ના સુત્ર ને સાર્થક કરતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi

Leave a Comment