• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

મોરબી મુનનગરમાં પીવાના પાણી વિતરણના ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

મોરબી તા 19.મેઘરાજાએ જરૂરત કરતા વધુ મહેર કરી હોવા છતાં તંત્રની અણધડ નીતિને કારણે મોરબી શહેરના વોર્ડ નંબર 9ના મુન નગરમાં પાણી વિતરણ અનિયમિત થતા સ્થાનિકોમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો છે.

મોરબી શહેરના વોર્ડ નંબર 9 સ્થિત મૂનનગરના રહેવાસીઓને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. મોરબી નગરપાલિકાના વૉર્ડનં 9ના વિસ્તાર માં આવેલ મૂનનગર ચોકમાં આવેલ સતવારાના વાડી વિસ્તારમાં તહેવારોના સમયે પીવાના પાણીની વ્યાપક તંગી ઉભી થઇ છે. આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કોઈ કારણવશ પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાનું સ્થાનિક હિતેશ સતવારાએ જણાવ્યું હતું. સ્થાનિકોને પીવાના તથા ઘર વપરાશ માટેના પાણી માટે કુવા તથા બોરવેલના પાણીનો સહારો લેવો પડી રહ્યો છે. આ અંગે તંત્રને અનેક રજુઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝન પણ શરૂ થવા જઈ રહી હોય પાણીનો વધુ વપરાશ એ સંદર્ભે જરૂરી બન્યો હોય ત્યારે લોકોમાં પીવાના પાણીના નિયમિત વિતરણની માંગ પ્રબળ બની રહી છે.

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૂ.જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવતો સેમિનાર યોજાયો*

editor

Leave a Comment