• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં આ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાથી આવાતા લોકોનો ફરજીયાત થશે રેપિડ ટેસ્ટ, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભાવનગર જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી કરવા ગયેલા અને ભીડભાડવાળી જગ્યાથી આવતા લોકોનો રેપિડ ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.

કલેકટરે તમામ જનસેવા કેંદ્ર પર રેપિડ ટેસ્ટ શરૂ કરવા આદેશ કર્યો છે. કલેકટરે સંક્રમિત લોકો વધુ લોકોને સંક્રમિત ન કરે તે માટે જનતાને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. આગામી 10 દિવસ સુધી જિલ્લાના તમામ જનસેવા કેંદ્ર પર ટેસ્ટ કરવામાં આવશે.

તો રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવનારા દર્દીઓને જરૂર જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવાના પણ આદેશ કર્યા છે.

નોંધનીય છે કે, દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના કુનડગામે ધુનની પૂર્ણવૃતિ કરાય*

editor

મોરબી શહેર BJYM ઉપ પ્રમુખ*  *રાહુલભાઈ ચંદુભાઈ હુંબલ ની*  *શૈક્ષણિક સંસ્થા શ્રી રાંદલ વિદ્યાલય માં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો*

Hello Morbi

Leave a Comment