• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કરછ ના ધોરડો ખાતે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૃહ મંત્રી પ્રદીસિંહ જાડેજા વાસણભાઇ આહિર સહિતના મહાનુભાવો ની હાજરીમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં કચ્છ જિલ્લાના ધોરડો મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા અને સમાજ કલ્યાણ કચ્છી મંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં

સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બોર્ડર એરીયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) અંતર્ગત વિકાસોત્સવ 2020 યોજાઈ ગયો.

લક્ષ્ય ફાઉન્ડેશન મોરબી સંચાલિત ઓવરસીઝ હિન્દુ રિહેબિલિટેશન કમિટી દ્વારા ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને સાફો પહેરાવી તથા નાગરિકતા સંશોધન કાયદો બનાવવા બદલ અભિનંદન-આભારપત્ર તેમજ હિંગળાજ માતાજીની છબી અર્પણ કરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

માનનીય શ્રી અમિતભાઈ સાહેબનું સ્વાગત શ્રી જે પી જેસ્વાણી, શ્રી નાથુસિંહ સોઢા, શ્રી સી.એમ સોઢા, શ્રી મહેન્દ્રસિંહ સોઢા, શ્રી શિવરાજસિંહ સોઢા તથા શ્રી મહાસિંહ રાઠોડે કહ્યું હતું.

જે મક્કમ નિર્ધાર અને દ્રઢતાથી સંસદના બંને ગૃહોમાં નાગરિકતા સંશોધન કાયદો બન્યો જેનાથી ભારતના પડોશી દેશોના ત્યાંની લઘુમતી એવી હિંદુ,શિખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી વિ. ધર્મના લોકોમાં એક એવી આશા જન્મી છે કે તેઓ હવે ભારતનું નાગરિકત્વ સરળતાથી મેળવી શકશે.

લક્ષ્ય ફાઉન્ડેશન મોરબી સંચાલિત ઓવરસીઝ હિન્દૂ રીહેબીલીટેશન સમિતિ એ ભારતના પડોશી દેશોમાંથીઆવેલા તમામ લોકોના વસવાટ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની ચિંતા કરતી એક બિનરાજકીય સંસ્થા છે એવા તમામ લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિ મેળવવામાં કે બેન્ક એકાઉન્ટ વિ. ખોલાવવામાં મદદરૂપ થાય છે.

ઉપરાંત આવા લોકો જ્યાંથી આવ્યા હોય ત્યાંની પરંપરા સાથે અત્રેના માહોલમાં ભળી જાય તેવું વાતાવરણ ઉભું કરવામાં ઉપયોગી બને છે.

આ પહેલા પણ સમિતિ દ્વારા માનનીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં એક હજારથી વધારે વિસ્થાપિત હિન્દુઓનું સંમેલન ત્રિમંદીર મુકામે બોલાવવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

editor

*HELLO MORBI:બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા ડીસા નગર તેમજ ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની બનનાર પ્રેરણાદાયી ડિરેક્ટરી*

editor

Leave a Comment