*સલાયા લોહાણા મહાજન દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવમાં સોમવારે પાણીના ગોરાનો વિશિષ્ટ રાસ, ઈંઢોળી વિના ગ્લાસ ઉપર ગોરો રાખી રમસે માના ગરબા*
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે લોહાણા મહાજન વાડીમાં સોમવાર તારીખ 7.10.24 નાં રોજ રાત્રે 11.00 કલાકે ગરબીમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત કાનગોપી મંડળનાં કલાકાર નાગેશભાઈ ખુંટી (પોરબંદર વારા) માતાજીનો પાણી ભરેલો માતાજીનો ગોરો ઇંઢોળી વિના કાચના ગ્લાસ ઉપર રાખી અને શ્રદ્ધા પૂર્વક માતાજીના ગરબા રમશે. આ અલૌકિક કાર્યક્રમમાં સહુ ધર્મપ્રેમી જનતા મિત્ર મંડળ સહિત લાભ લેવા પધારવા સમિતિ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. સલાયા લોહાણા મહાજન વાડીમાં ચાલતી ગરબીમાં જુદા જુદા રાસ રમી બાળાઓ માતાજીની સ્તુતિ કરે છે.આં ઈંઢોલી વિનાં કાચના ગ્લાસ ઉપર પાણીનો ભરેલો ગોરો રાખી અને ચલતી માં માતાજીના રાસ રમશે.

