• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ને રોકડ રકમસાથે પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ તથા રોકડ રકમ રૂ.૩૧૬૨૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને આજરોજ હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.ટી.વ્યાસ ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. સાગરભાઇ કુરીયા તથા પો.કોન્સ. વનરાજસિંહ રાઠોડ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુંદરગઢ ગામે જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂ.૩૧,૬૨૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓ
1) જેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે રામજીમંદીર સામે નવા સુંદરગઢ તા.હળવદ જી.મોરબી
2) કુકાભાઇ ગોરધનભાઇ ચરમારી રહે, નવા સુંદરગઢ તા.હળવદ જી મોરબી
3) મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે, શીરોઇ તા.હળવદ જી.મોરબી
4) ધારાભાઇ દેવશીભાઇ રાતડીયા રહે, કડીયાણા તા.હળવદ જી.મોરબી
5) મહેશભાઇ બાલાભાઇ જીંજવાડીયા રહે, પાંડાતીરથ તા.હળવદ જી.મોરબી
6) મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઇ પાટડીયા રહે, સુંદરગઢ તા.હળવદ જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, પો.હેડ.કોન્સ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા તથા પો.કોન્સ. વનરાજસિંહ માવુભા રાઠોડ, સંજયભાઇ મનજીભાઇ લકુમ, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સાગરભાઇ ડાયાભાઇ કુરીયા વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*આરોગ્ય શાખા – જીલ્લા પંચાયત મોરબી દ્વારા ૨૫-એપ્રીલ “વિશ્વ મેલેરીયા દીવસ” ની ઉજવણી*

Hello Morbi

*સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને પડધરી રેન્જ દ્રારા આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માં ટેકનોપેક પોલીમર્સ લિમિટેડ મોરબી નું ગૌરવ*

editor

Leave a Comment