
ટંકારા:તા ૫ પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી.(પી.જી.વી.સી.એલ.) દ્વારા ટંકારા કોર્ટ માં અશ્વિનભાઈ હરજીભાઈ ઢેઢી સામે કોર્ટ ના હુકમ મુજબ ની લેણી થતી રકમ રૂા.૧૩,૩૦૦/– પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૧૦/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ સદરહું દરખાસ્ત ના કામે વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ મારફત અશ્વિનભાઈ હરજીભાઈ ઢેઢી ની જંગમ મિલ્કત ની જપ્તી નું વોરંટ કાઢવા અરજી કરતા નામદાર કોર્ટે તેમની સામે જંગમ મિલ્કત ની જપ્તી માટે વોરંટ કાઢેલ જેમાં કોર્ટ ના બેલીફ મારફત અશ્વિનભાઈ હરજીભાઈ ઢેઢી ના ઘરે જંગમ મિલ્કત ની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવતા વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી અશ્વિનભાઈ હરજીભાઈ ઢેઢી ની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧,રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટ માં જુબાની લેવા માટે અરજી કરેલ જે અરજી નામદાર કોર્ટ એ મંજુર કરેલ અને પ્રતિવાદી/સામાવાળા ને તે બાબતે સમન્સ/નોટીસ પણ નામદાર કોર્ટ દ્વારા બજાવવા માં આવેલ પરંતુ પ્રતિવાદી/સામાવાળા પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદી(પી.જી.વી.સી.એલ.) ના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત નામદાર કોર્ટ સમક્ષ પ્રતિવાદી/સામાવાળા ને “જેલ” માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧,રૂલ-૪૧(૩) મુજબ ની અરજી કરેલ જે અરજી નામદાર કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી/સામાવાળા અશ્વિનભાઈ હરજીભાઈ ઢેઢી ને “ત્રણ(૩)—મહીના” ની ”જેલ” નો તથા વાદી ને એક દિવસ ના રૂા.૨૫૦/- નો “જેલ’ નો ખર્ચ ભરવા માટે નો હુકમ ટંકારા ના નામદાર શ્રી એસ.જી.શૈખ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. વાદી (પી.જી.વી.સી.એલ.) વતી વિધ્વાન વકીલ શ્રી નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા
