• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Latest-NewsOther

PMની ‘મન કી બાત’ દ્વારા ખેડૂતોના મન બદલવાની કોશિષ, ઉદાહરણ આપી કૃષિ કાયદાનો ફાયદો બતાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ પોતાના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ (Mann Ki Baat) દ્વારા નવા કૃષિ કાયદાને લઇ ખેડૂતોને મન બદલવાનો ફરીથી પ્રયાસ કર્યો છે. તેમણે કેટલાંક ખેડૂતોનું ઉદાહરણ આપીને આ કાયદાના ફાયદાનો ઉલ્લેખ કર્યો. ધ્યાનમાં રહે કે પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)ના હજારો ખેડૂત આ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી (Delhi)માં પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી દળો પણ કૃષિ કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં ખેતી અને તેની સાથે જોડાયેલી વસ્તુઓની સાથે નવો આયામ જોડાયેલો રહે છે. પાછલા દિવસોમાં થયેલા કૃષિ સુધારાઓએ ખેડૂત માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલી દીધા છે. આ અધિકારોને ખૂબ જ ઓછા સમયમાં, ખેડૂતોની પરેશાનીઓને ઘટાડવાનું શરૂ કરી દીધું છે. ઘણા વિચાર વિમર્શ બાદ ભારતની સંસદ એ આ કૃષિ સુધારાને કાયદાનું સ્વરૂપ આપ્યું. આ સુધારાથી માત્ર ખેડૂતોના અનેક બંધન સમાપ્ત થયા નથી પરંતુ તેમને નવા અધિકારો પણ મળ્યા છે. નવા અવસર પણ મળ્યા છે.

પીએમે મહારાષ્ટ્રના એક ખેડૂત જીતેન્દ્ર ભોઇજીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેવી રીતે તેમણે નવા કાયદાનો ફાયદો ઉઠાવીને પોતાની બાકી રકમ વસૂલી લીધી.

 

Related posts

*AIIMS રાજકોટ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા પ્રથમ એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ : પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ મેળવ્યો*

Hello Morbi

*HELLO MORBI: ખેતી અને ઉદ્યોગ પર ભાર મુકાય તો આર્થિક વિકાસ વધે: હરેશ બોપલિયા પ્રમુખશ્રી સિરામિક એસોસિયેશન મોરબી*

editor

*મોરબી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો*

Hello Morbi

Leave a Comment