• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના જબલપુર ગામની સીમ ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમ ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને રોકડા રૂપીયા-૫૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨,૮૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ
શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓ તથા શ્રી સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓની સુચના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આગામી શરૂ થતા શ્રાવણ માસના તહેવાર દરમ્યાન ઇંગ્લીશ દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ આવી પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરા તથા પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડાને સયુંકતમાં અગાઉથી ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, સંજયભાઇ દુર્લભજીભાઇ પટેલ રહે. ટંકારા સરદારનગર તા.ટંકારા જી.મોરબી વાળાએ ટંકારા-લતીપર રોડ જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા ફુલ-૦૩ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૫૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા વેન્ટુ કાર કી.રૂ.૨,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૮૮,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ
સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. સંજયભાઇ દુર્લભજીભાઇ ચારોલા ઉ.વ. ૪૨ રહે. ટંકારા સરદારનગર તા.ટંકારા જી.મોરબી
૨. પ્રીન્સભાઇ પ્રવિણભાઇ લો ઉ.વ.૨૩ રહે. ટંકારા ગાયત્રીનગર રૂપાવટી સોસાયટી તા.ટંકારા જી.મોરબી
૩. શાંતીલાલ મગનભાઇ લો ઉ.વ. ૪૭ રહે, ટંકારા ખડીયાવાસ તા.ટંકારા જી.મોરબી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI હકાભાઇ ચૌહાણ,
સુરેશભાઇ સોસા, ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભા ગુઢડા, બળવંતભાઇ દેગામા, વિજયભાઇ ચાવડા,કૃણરાજસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા સ્ટીમ મશીન (નાશ મશીન) નુ સર્વજ્ઞાતિય વિતરણ અવિરતપણે ચાલુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ૨ ખેલાડી સી.કે. નાયડુ ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટની પ્રોબેબલ સ્કવોડમાં સિલેકશન પામ્યા*

editor

Leave a Comment