• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેડૂતોને સહાય ચૂકવવા ટંકારા પડધરીના ધારાસભ્ય દેથરિયાની સીએમને રજૂઆત*

ટંકારા : તા ૩૦ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ
દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે નુકસાનીનો સર્વે કરાવીને સહાય આપવા રજૂઆત કરી છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું છે કે, તેઓના મત વિસ્તાર મોરબી, ટંકારા, પડધરી, રાજકોટ તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયું છે. વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી ખૂબ જ નુકસાની થઈ હોવાની અનેક ખેડૂતો તરફથી રજૂઆતો મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયું હોય કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને તેઓના મતવિસ્તારમાં સત્વરે નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.

Related posts

*જામનગરના જાંબુડા સી એચ સી હોસ્પિટલ માં સેવા આપનાર ને સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI: કૈલાસવાસ-બેસણું-શક્તિપુજન*

editor

*HELLO MORBI:બોટાદ:રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન*

editor

Leave a Comment