
મોરબી:તા ૩ આજ રોજ મોરબી ખાતે વેસ્ટર્ન ઝોન ના જનરલ મેનેજર શ્રી વિવેકકુમાર ગુપ્તા ટ્રેડ સેન્ટર ના ઉદઘાટન પ્રસંગે રેલ્વે સ્ટેશન મોરબી માં પધારેલા હતા. ત્યારે હાલ માં મોરબી સિરામિક ઉધોગ દ્રારા સિરામિક ટાઇલ્સ રેલ્વે દ્રારા પરિવહન થાય તે રફાલેશ્વર કોનકોર ગતિશક્તિ ટર્મિનલ અને મોરબી રેલ્વે યાર્ડ માં ડીપી વર્ડ દ્રારા જે માલ નુ પરિવહન થાય છે તે સિરામિક ઉધોગ અને અન્ય ઉધોગ માટે આશિર્વાદ રુપ છે. ટાઇલ્સ ના પરિવહન વહન માટે રેલ્વે નો ઉપયોગ વ્યાપક થાય તો ઉધોગોને બુસ્ટ મલી શકે છે તે બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા અને રજુઆત થઇ હતી.
આ ઉપરાંત હાલ માં રફાલેશ્વર ફાટક એલસી નં ૨૧ ખુબ જ સાંકળી હોય ભયંકર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે તે બાબત ની જીએમ સાહેબ ને એસોસિએશન દ્રારા રજુઆત કરવા માં આવી હતી.
જેમાં મોરબી શહેર કેનાલ રોડ ને નેશનલ હાઈવે નંબર 27 ને જોડતો રસ્તો તથા સિરામિક ક્લસ્ટરમાં આવવા જવા માટે આ ફાટક પરથીપસાર થવું પડેછે. ઉપરાંત નેશનલ હાઈવે પરથી આવતા હેવી વાહનો તથા નવા થયેલા કોનકોર કન્ટેનર ડેપોમાં આવતા જતા કન્ટેનરના હેવી વાહનો આ ફાટક પરથી પસાર થાય છે. આ ફાટક પાસે જ નવું ગતિશક્તિ ટર્મિનલ હાલ માં જ કાર્યરત થયુ હોય ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે.
એકંદરે આ ફાટક પરથી અન્ય હેવી વાહનો તથા કન્ટેનર વાહનો તથા વાંકાનેર તરફથી આવતાં/જતાં અન્ય નાનામોટા વાહનો ના ટ્રાફિક તથા જ્યારે ડેમુ તથા માલગાડી ને કારણે જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે હેવી ટ્રાફિક થંભી જાય છે. જે ટ્રાફિક ને રિકવર થતાં ટ્રેન પસાર થયા બાદ 45 થી 60 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યા ટ્રાફિક વ્યવસ્થિત થાય ત્યાં બીજી ટ્રેન આવતા આમ આખા દિવસ બહુ મૂલ્ય એવાં માનવ કલાકો તથાં ઇંધણ વેડફાઈ છે. સિગ્નલ વગર ફાટક હોવા થી વધુ સમય વેડફાઇ છે. જેથી આ ફાટક ને પહોળી કરી ઇન્ટરલોક કરવી જરુરી છે.
ફાટક NO .LC -21 ની પહોળાઈ જેતે વખતના ટ્રાફિક ની જરૂરિયાત મુજબ વન વે વાહન પસાર થાય તે મુજબ છે. હાલ માં એક સમયે એક જ ટ્રક પસાર થાય છે જે ખુબ જ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે.હાલ ના ટ્રાફિકની આવક /જાવક મુજબ ફોર લેન વે મુજબ ની કરવા માં આવે તો આ દરરોજ ના પ્રશ્ન નો નિકાલ થતાં બહુમૂલ્ય એવા માનવ કલાકો તથા ઇંધણ ની બચત થાય અને ગતિ શક્તિ ટર્મિનલ કોનકોર ને ગતિ આપવા માટે કાળજી પૂર્વક સર્વે કરાવી ફાટકની પહોળાઈ વધારી ઇન્ટરલોક ફાટક કરવા અંગે ની રજુઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મોરબી માં સિરામિક ઉધોગ ઉપરાંત અન્ય ઉધોગો કાર્યરત હોય જેમાં બહાર થી પ્રવાસી મજુરો સતત આવતા જતા હોય તેમના માટે લાંબા અંતર ની ટ્રેન ની સવિશેષ જરુયાત હોય તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્રારા ધારદાર રજુઆત કરાઇ હતી.
પ્રમુખ શ્રી
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન

