• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી ખાતે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ઉપરાષ્ટ્રપતિશ્રી* *સી. પી. રાધાકૃષ્ણન સાથે પ્રેરણાદાયી સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી*

દિલ્હી:તા૧૨ દિલ્હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આજે રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા એ દેશના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી
સી. પી. રાધાકૃષ્ણન સાહેબ સાથે પ્રેરણાદાયી સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ અવસરે કાઠિયાવાડી અશ્વ વિષે વિસ્તૃત માહિતી આપતી ‘The Majestic Kathiawadi’ નામની પુસ્તક ભેટ સ્વરૂપે ઉપરાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરવામાં આવી. મુલાકાત દરમિયાન અશ્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા આપણા ગૌરવસભર ‘કાઠિયાવાડી અશ્વ’ની શૌર્યગાથા, તેની અનોખી વિશેષતાઓ, ઐતિહાસિક પરંપરા તથા વૈશ્વિક ઓળખ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. સાથે જ અશ્વ સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો તથા ભવિષ્યમાં વધુ અસરકારક પગલાં અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું.

માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ કાઠિયાવાડી અશ્વ જેવા આપણા સાંસ્કૃતિક વારસાની વિશેષતા બિરદાવતા આ વિષયમાં રસ દાખવ્યો અને ભારતીય પરંપરાગત અશ્વ જાતિઓના સંવર્ધન માટે સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો.

આ મુલાકાત કાઠિયાવાડી અશ્વના સંરક્ષણ, પ્રચાર-પ્રસાર અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI:કુદરત ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

*HELLO MORBI:વાંકાનેર ભગવાન શ્રી પરશુરામ દાદા નાં જન્મોત્સવ નિમિતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા માં કોમી એકતાના દર્શન થયા*

editor

*પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર નેતાની ધરપકડનો મોરબીમાં વિરોધ કરતા એને એસ યુઆઇ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત*

Hello Morbi

Leave a Comment