• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની 𝟏𝟒𝟓 મી પુણ્યતિથી નિમિત્તે કરવામાં આવી 𝟏𝟒𝟓 દીવાઓની મહાઆરતી*

જલારામ મંદિર ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની 145 મી પુણ્યતિથી નિમિત્તે કરવામાં આવી 145 દીવાઓની મહાઆરતી
મહા વદ દસમ તારીખ 12-2-2026 ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાની 145 મી પુણ્યતિથી હતી.સમગ્ર વિશ્ર્વ,ભારત દેશ તેમજ ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જલારામ મંદિરોમાં પૂજ્ય જલારામ બાપાનું વિશેષ સ્મરણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સતત ધમધમી રહેલ ઉતર ગુજરાતનું ખૂબ જ દર્શનલાયક,જોવાલાયક સેવાધામ એવા જલારામ મંદિર ડીસા ખાતે પણ પૂજ્ય જલારામ બાપાની 145 મી પુણ્યતિથી નિમિત્તે 145 દીવાઓની મહાઆરતી કરવામાં આવી હતી.મહાઆરતી પછી ખીચડી કઢીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો.
ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ ખાસ ઉપસ્થિત રહી 145 દીવાઓનાં દર્શન કરી મહાઆરતીનો મહાલાભ લીધો હતો.
સમગ્ર વ્યવસ્થા માટે શારદાબેન આચાર્ય, કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, ચંદુભાઈ એટીડી, કમલેશભાઈ રાચ્છ , નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,હિતેશભાઈ સોનપાલ, પિયુષભાઈ ઈશ્ર્વરલાલ અખાણી, મહેન્દ્રભાઈ રતિલાલ ઠક્કર,કિસન કારિયા, ચંદુભાઈ ઠક્કર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સરસ આયોજન ગોઠવ્યું હતું.
145 દીવાની મહાઆરતી તેમજ ખીચડી કઢી પ્રસાદનો લાભ લઈ સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો ત્રણ બાઇકની ચોરીનો ભેદ ઉકેલી બેની ધરપકડ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી મહાનગર પાલિકા દ્વારા સર્કિટ હાઉસ મેઇનરોડ પર સફાઈ ઝુંબેશ અંતર્ગત દબાણ દૂર કરાયા*

editor

*ટંકારા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શિવલાલ ઘોડાસરાનું નિધન, પંથકમાં શોકની લાગણી*

Hello Morbi

Leave a Comment