• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામ વંથલી પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ને નિવૃત્ત વિદાય આપવામાં આવી*

જામનગર જિલ્લા ના જામવંથલી આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા નિષ્ઠાવાન ડૉ. ધમસાણીયા નું તારીખ 30/11/2020 na રોજ સ્વ.નિવૃત્તિ મંજૂર થતાં પ્રા. આ. કેન્દ્ર જામવંથલી ના આરોગ્ય કર્મચારી પરિવાર દ્વારા તારીખ 04/12/2020 ના રોજ જામવંથલી ખાતે નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો જેમાં ભાગવત કથાકાર શ્રી મહેશભાઈ જોશી આશીર્વાદ પાઠવવા ખાસ હાજરી આપેલ હતી અને આ વિદાય પ્રસંગ માં ડો. ધમસાણીયા નું ગામ લોકો તથા સ્ટાફ પરિવાર દ્વારા સાલ ઓઢાડી તથા મોમેન્ટ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડો.ધમસાણીયા એ જણાવ્યું હતું કે હું મારી સરકારી નોકરી માં સ્વૈચ્છિક નિવૃત્ત થયો છું પરંતુ જામવંથલી આરોગ્ય સ્ટાફ હ્રદયકુંજમાથી અને ગરીબ લોકોની સેવામાથી નિવૃત થયેલ નથી અને કાયમ કોઈ પણ કામ માટે હું તત્પર રહીને કાર્ય કરીશ અને જામવંથલી આરોગ્ય કેન્દ્રમાં મળેલ અવોર્ડમાં તમામ સ્ટાફ અને મારા ધર્મપત્ની નો ખૂબ ખૂબ ફાળો રહેલ અને અને મને સતત 25 વર્ષથી ગામ લોકોને સંતોષકારક સેવાઓ આપવા માટે મારા તમામ સ્ટાફ પરિવાર અને મારા ધર્મપત્ની નો ખૂબ ખૂબ આભાર માનું છું.
આ કાર્યક્રમ માં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બીરેન મણવર, જિલ્લા આરસીએચઓ ડો. એ. જી. બથવાર, જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. ભારતીબેન ધોળકિયા તાલુકા હેલ્થ અધિકારી ડો. આર.બી.ગુપ્તા ભૂતપૂર્વ તાલુકા વિકાસ અધિકારી જોડિયા જયંતિભાઈ સોરઠિયા જામવંથલી ભુતપૂર્વ સરપંચ ભૂરાભાઈ પરમાર એ ખાસ હાજરી આપી ડો. ધમસાણીયાની નિવૃત્તિ વિદાય સ્વસ્થ અને સુખી રહે અને વધુમાં વધુ સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જામવંથલી આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ પરિવાર હાજર રહેલ હતા
જામવંથલી એમપીએચએસ શ્રી કે. એચ. રાઠોડ આભારવિધિ કરીને કાર્યક્રમ ને પૂર્ણ કરેલ હતો…
શરદ એમ.રાવલ…હડિયાણા….

Related posts

*HELLO MORBI: ગુજરાતના માન. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા૪ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના પ્રવાસે*

editor

*મોરબી સિરામિક સિટીમાં જુગાર રમતા 3000 ની રોકડ સાથે ચાર ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી તાલુકાના ગોરખેજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સામૈયાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું*

editor

Leave a Comment