• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 𝟐𝟒 મી એ મહા અધિવેશન યોજાશે*

શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગાંધીનગર માં 24 મી એ મહા અધિવેશન યોજાશે  

મોરબી:તા ૨૧ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) ગુજરાત  મુંબઇ થી  જીલ્લા ઓ .તાલુકાઓ માથી  ગોસ્વામી સમાજ ને ઉમટી પડવા હાકલ  6000 થી વધુ સમાજ ના લોકો હાજરી આપશે
મોરબી શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહા મંડળ  ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજ નું વિશાળ મહા અધિવેશન ગાંધીનગર ખાતે તા 24 / 5 /2026 રોજ રવિવારે સવારે 9 થી બપોર. 3 સુધી મોદી સમાજ ની વાડી ( મોઢ ભવન) રાંધેજા પેથાપુર રોડ ગાંધીનગર માં યોજાશે આ વિશાળ મહા અધિવેશન માં સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ ના વિવિધ જીલ્લા તાલુકાઓ માથી 6000 થી ગોસ્વામી સમાજ ઉમટી પડશે જેમાં સમાજ ની એકતા સંગઠન શકિત પ્રદર્શન. નો ત્રિવેણી સંગમ  જોવા મળશે આ અધિવેશન મા દાતા ઓને સમાજ ના એવોર્ડ વિજેતા ઓ સહીત મહાનુભાવો નું સન્માન કરવામા આવશે આ અધિવેશન માં સમાજ ને સરકાર ના વિવિધ યોજના લાભો થઈ વંચિત રાખવામા આવે છે તે લાભો અપાવા મંદિર મા મળતી દિવેલીયા ની જમીન હક્ક હિસ્સા. સહીત લાભ માટે સરકાર ને આ મહા અધિવેશન દ્વારા રજુઆત કરી ગોસ્વામી સમાજ ની વિવિધ માંગણી માટે લડત આપી આવાજ ઉઠાવવા માં આવશે આ અધિવેશન મા સંતો મહંતો રાજય ના મંત્રીઓ ધારાસભ્યો.સહીત ઉપસ્થિત રહેશે રાજય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આમંત્રણ પાઠવ્યું છે. આ અધિવેશન મા વધુ ને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે .શ્રી મનસુખપુરી રામપુરી ગોસાઈ ( પરીબાપુ) અધ્યક્ષ શ્રી ( ભાવનગર)  ડો મનિષગિરી  કે ગોસાઈ કાર્યકારી અધ્યક્ષ ( રાજકોટ)  શ્રી અશોકગીરી મફતગીરી ગોસાઈ  પ્રમુખ શ્રી કડી સહીત એ સમાજ ને ખાસ  હાજરી આપવા  અપીલ કરી છે આ ગોસ્વામી સમાજ નુ એક ઐતિહાસિક મહા અધિવેશન મા ગોસ્વામી સમાજ ની પ્રચંડ હાજરી એ સમાજ ની એકતા ને સંગઠન ની ને સમાજ ની. શકિતના સમગ્ર રાજ્ય મા સરકાર નોંધ લેવી પડે એવુ આ મહા અધિવેશન યોજાશે

આ મહા અધિવેશન માં મોરબી જીલ્લા માંથી વધુ ને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી ના
ટ્રસ્ટી ગુલાબગીરી ઘેલુગીરી, રતીગીરી કેશવગીરી ગોસાઈ,  સૌરાષ્ટ્ર પ્રદેશ ના આગેવાન તેજશગીરી મગનગીરી, મહીપતપરી શાંતુપુરી, મોરબી જીલ્લા પ્રમુખ મુકેશગીરી હિરાગીરી ટંકારા, મોરબી શહેર પ્રમુખ સુરેશગીરી બાબુગીરી,  સહીત જહેમત ઉઠાવી તડામાર તૈયારી આરંભી  છે.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ નવ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી ધારાસભ્ય અમૃતિયા અને જિલ્લા ભાજપ હોદેદારો એ લીધી દિલ્હી ખાતે પીએમ ની મુલાકાત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જીલ્લાના તમામ વિધાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશન નું ધમાકેદાર આયોજન* *𝐖𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐢𝐧 𝐬𝐩𝐚𝐜𝐞*

editor

Leave a Comment