• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

મોટી કરૂણાંતિકા: પાલનપુરના ભાખર ગામમાં દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતાં 11 ગાયનાં મૃત્યુ

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામમાં વહેલી સવારે પશુઓ દોહવાના મશીન દ્વારા અગિયાર દુધાળી શંકર ગાયો શોર્ટ સર્કિટ થતાં ગાયોને કરંટ લાગતાં તમામ ૧૧ ગાયોના મોત નિપજ્યા હતા.

પાલનપુરના ભાખર કોટડા ગામના રામસીંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં તબેલો બનાવી ૧૪ ગાયો રાખી તેની દુધની આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તેઓએ નિત્યક્રમ મુજબ આજરોજ વહેલી સવારના સુમારે ગાયોને દોહવા માટે ઓટોમેટિક મિલ્ક મશીન લગાવ્યુ છે.

જે મશીનમાં ઈલેકટ્રિક શોર્ટ સર્કિટ થવાને કારણે તબેલામાં ઉભેલી ૧૧ ગાયોને એક જ સાથે કરંટ લાગ્યો અને તમામ ૧૧ દુધાળી ગાયો એકસાથે મૃત્યુ પામી હતી. ત્યારે ખેડુત પરિવારના માથે ગાયોના મોત થવાથી માથે આભ તુટી પડયુ છે અને હવે ખેડુતને લાખો રૂપિયાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં અંદાજીત ખેડુતને ૧૦ થી ૧પ લાખ રૂપિયાનુ નુકશાન થયું છે.

ગાયોના મોત અંગેના સમાચાર આસપાસના ગામોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં બનાસડેરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જયાં તબેલો ગાયોથી ભરેલ હતો તે થોડી જ વારમાં ખાલી થઈ ગયો હતો.

Related posts

*HELLO MORBI:ટંકારા ના કટારીયા પરિવાર ની લાડકી દીકરી જીયા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*આધારકાર્ડ થી લયને અનેક ગવર્મેન્ટ ની ઓન લાઈન કામગીરી કરતા શોયબ સુમરા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતા ઇસમોને બોટલ નંગ-૧૨,૨૪૦/- કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી બી.ડિવીઝન પોલીસ*

editor

Leave a Comment