• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ સંવાદ નું આયોજન થયેલ*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં તા. 2/3/2021 ના રોજ યોગ સંવાદનું આયોજન થયેલ. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન, શીશપાલજી ખાસ ઉપસ્થિત રહેલ અને તેમણે યોગ – આરોગ્યનું મહત્વ સમજાવતા જણાવેલ કે, તમો તમારા બાળકને ડોક્ટર, એન્જીનીયર અધિકારી, ઉદ્યોગપતિ, વેપારી કે કંઈ પણ બનાવો પરંતુ પહેલા યોગ શિક્ષક કે યોગ સાધક બનાવશો. જેથી તેમના સાત્વિક વિચારોથી તે લોકોનો સાચો માર્ગદર્શક અને સમાજ સેવક બને જેને લીધે દેશની સાચી દિશામાં ઉન્નતિ થાય અને ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી શકે. આ તકે પતંજલી યોગ સમિતિ મોરબી જિલ્લાના પ્રભારીઓ, રણછોડભાઈ જીવાણી(ભારત સ્વાભિમાન), નરશીભાઈ અંદરપા(યોગ સમિતિ), ભારતીબેન રગપરીયા(મહિલા સમિતિ), સંજયભાઈ રાજપરા(યુવા ભારત), વાલજીભાઈ ડાભી(યોગ કોચ), રૂપલબેન શાહ(યોગ કોચ) એ યોગ બોર્ડના ચેરમેન સમક્ષ માંગ કરી હતી કે સરકારશ્રીમાં અરજ કરવામાં આવે કે મોરબીમાં વહેલામાં વહેલી તકે વિશાળ યોગભવન બને જેથી યોગ – આરોગ્ય ના કાર્યક્રમો, યોગ શિબિર નિયમિત રીતે થઈ શકે. જેનો લાભ દરેક લોકોને મળી શકે. અને યોગ – આયુર્વેદ ને જન-જન સુધી લઈ જઈ શકાય.

Related posts

*ટંકારામાં રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*ટંકારામાં 54 વર્ષ થી ભવાની ગરબી મંડળ માં પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવતી મહિલાઓ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મજોઠ: ઊંડ ૨ ડેમ ના પારા ને તાત્કાલિકના ધોરણે ડામર થી મઢવા રજૂઆત*

editor

Leave a Comment