• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લોહાણા સમાજ ના વડીલો માટે કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન શરૂ*

 

*રસીકરણ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે શ્રી બકુલભાઈ રાચ્છ નો સંપર્ક કરવો*

 

સમગ્ર વિશ્વ મા કોરોના ની મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વર્ષ ૨૦૨૧ સમગ્ર વિશ્વ માટે આશા નુ એક નવુ કીરણ લઈ ને આવ્યુ છે. કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બનતા ની સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે રસીકરણ અભિયાન ને પુરજોશ મા વેગ આપ્યો છે જેથી ઝડપથી આ વિશ્વવ્યાપી મહામારી માંથી આપણો દેશ મુક્ત બની શકે. સરકાર શ્રી દ્વારા તબક્કાવાર રસીકરણ અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), રાજુ ભાઈ સેતા, નિર્મિત કક્કડ સહીત ના એ મોરબી જીલ્લા ડી.ડી.ઓ. શ્રી ભગદેવ સાહેબ તથા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી જે.એમ. કતિરા સાહેબ સાથે મુલાકાત કરી, તેમના માર્ગદર્શન આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધી લોહાણા સમાજ ના દરેક વડીલો ને કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ બને તે અંગે આયોજન કર્યુ છે. જે અંતર્ગત ૬૦ વર્ષ થી વધુ વય ના દરેક વડીલો તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધી ના બિમારી ધરાવતા લોકો એ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી બકુલભાઈ રાચ્છ નો સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી મા સંપર્ક કરી નામ નોંધાવવા નુ રહેશે. ૫૦-૫૦ લોકો ના જુથ ને તબક્કાવાર રસી આપવા મા આવશે. નામ નોંધાવતી વખતે તથા રસીકરણ વખતે આધાર કાર્ડ ની ઝેરોક્ષ તથા કોઈ બિમારી હોય તો તેની ફાઈલ સાથે રાખવા ની રહેશે જેની સર્વે એ નોંધ લેવી.

 

લી.

નિર્મિત કક્કડ

કન્વીનર

શ્રી લોહાણા મહાજન-મોરબી.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના* *અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા શિક્ષકો તેમજ પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો*

editor

Leave a Comment