• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરાઇ*

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે તા.૦૮.૦૩.૨૦૨૧ ના રોજ ખેડૂત મહિલાઓની સાથે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ. ICAR દિલ્હીથી પ્રસારીત કરવામાં આવેલ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ જેમાં કેબિનેટ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજીએ બહેનોને અભિવાદન પાઠવેલ અને હજુ કૃષિમાં આગળ આવવા માટેનું માર્ગદર્શન આપેલ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી, શ્રી પરષોતમ રૂપાલાજી અને શ્રી કૈલાસ ચૌધરીજીએ પણ બહેનોને સંબોધિત કરેલ. આ ઉપરાંત ICARના અન્ય અધિકારીગણ દ્વારા પણ બહેનોને સંબોધન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણાથી બહેનો જોડાયેલ. કેવીકે જામનગર ખાતે પણ ૭૨ જેટલા બહેનો ઉપસ્થિત રહેલ જેમને આધુનિક કૃષિમાં બહેનોની જરૂરીયાત વિષય પર કેવીકેના વડા ડો. કે.પી.બારૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ “કૃષિમાં મહિલાઓનો ફાળો” વિષય પર વકૃત્ત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ અને સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહિત પુરસ્કાર અને પ્રમાણ પત્રો આપવામાં આવેલ આ રીતે ખેતી કરતા બહેનોનો જુસ્સો વધારવા અને તેમનું મહત્વ સમજાવવા ખેડૂત તાલીમ કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, બાજરા કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓએ સાથે મળીને એકબીજાના સહકારથી આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ….

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*જગતિયાં માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૯ તથા રોકડ રકમ ૫૨૩૮૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment