• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કરફ્યુમાં હોટલ-લોજ, ટ્રાવેલ્સ, બેકરી ખુલ્લી રાખનાર ધંધાર્થીઓ ઝડપાયા*

પોલીસે રાત્રી કરફ્યુ ભંગનો કડક અમલ કરાવી જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં પોલીસે રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવ્યો છે.પોલીસે ગતરાત્રે સઘન ચેકિંગ કરી વિવિધ વિસ્તારોમાં કરફ્યૂમાં પણ કરફ્યુમાં હોટલ-લોજ,ટ્રાવેલ્સ, બેકરી સહિતની દુકાનો ખુલ્લી રાખનાર દુકાનદારોની અટકાયત કરી હતી અને આ તમામ સામે રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.                                                       મોરબી સીટી એ ડિવીઝન અને બી ડિવિઝન પોલીસે ગતરાત્રે રાત્રી કફર્યુ હોવા છતાં રવાપર રોડ ખુશ બેકરી એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર રાજેશભાઈ ચુનિલાલ કાથરાણી (ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે. એવન્યુ પાર્ક -૬ રવાપર રોડ મોરબી) તેમજ મોરબીના ગ્રીન ચોક મેઇન રોડ ઉપર રાત્રી કરફ્યુમાં ગૌતમ વેફર્સ નામની ખુલ્લી રાખી વેપાર કરતા નિલેષભાઇ ખીમચંદભાઇ કાલાવાડીયા (ઉ.વ.૫૩ ધંધો. વેપાર રહે. મોરબી નાગનાથ શેરી દરબારગઢ રોડ ગ્રીન ચોક),જેલ રોડ પર જે.કે. નામની હોટલ ખુલ્લી રાખી વેપાર કરતા શિવશંકરભાઇ કેશવલાલ જોષી (ઉ.વ.૪૮), જુના બસ સ્ટેન્ડ પાછળ ઈદમસ્જીદ દરગાહ સામે તકદીર લોજ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા રીયાજભાઈ હસનભાઈ દલ (ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે. જુના બસ સ્ટેન્ડ પાસે દરગાહ પાસે મચ્છી બજાર મોરબી),ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા વિવેકભાઇ રમેશભાઇ ગોલતર (ઉંવ ૨૩ ધંધો ટ્રાવેલ્સ રહે. ત્રાજપર એસ્સાર પંપ પાછળ મોરબી-૨), વીસીપરા બીલાલી મસ્જીદ પાસે પાનની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા દીપકભાઇ ઉર્ફે હકાભાઇ મુળવંતરાઇ દોશી (,ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે.વીસીપરા બીલાલી મસ્જીદ પાસે મોરબી) ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન* 

Hello Morbi

*જાંબુડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ મને એડમીન થયેલા કોરોના પેશન્ટ અને તેમના સગાઓને ઉમા વિદ્યા સંકુલ તરફથી ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment