• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શાંતિધામ ડીસા ખાતે પ્રાર્થનાહોલનું દેવડા પરિવાર દ્રારા કરાયેલ લોકાર્પણ*

શાંતિધામ ડીસા ખાતે પ્રાર્થનાહોલનું દેવડા પરિવાર દ્રારા કરાયેલ લોકાર્પણ
ડીસા ખાતે ઈન્દિરાનગર,ધૂળિયાકોટ વિસ્તારમાં આવેલ સુવિધાસભર શાંતિધામ સ્મશાનભૂમિમાં હીરાલાલ બાબરાજી દેવડા પરિવાર દ્રારા અંદાજે સાડા આઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પ્રાર્થના હોલનું અતિ પવિત્ર શ્રાવણ માસમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવિણભાઈ માળી,ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી,નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટે પ્રાસંગિક ઉદબોધન થકી દેવડા પરિવાર તેમજ શાંતિધામની પ્રવૃતિઓની સરાહના કરી હતી.જિલાલા ભાજપ પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે,અગ્રણીઓ રમેશભાઈ દેલવાડિયા,સંજયભાઈ ગેલોત,નિલેષભાઈ ઠકકર,ચેતનભાઈ ત્રિવેદી,ડો.અજયભાઈ જોષી,આનંદભાઈ પી.ઠકકર,નાથાલાલ ખત્રી,જયેશભાઈ દેસાઈ,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,મહેશભાઈ ઉદેચા સહિત ખૂબ સારી સંખ્યામાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાંતિધામના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ કાર્યક્રમનો અહેવાલ આપ્યા બાદ મંત્રી કનુભાઈ કે.આચાર્યે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.દેવડા પરિવારના સર્વ મફાભાઈ,પ્રભુભાઈ,ચેલાજી, નટુભાઈ,ભરતભાઈ,દિનેશભાઈ સહિત સૌનું સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના હોલ બનાવવા માટે માનદ એન્જિનિયર તરીકે સેવા આપનાર રામજીભાઈ પટેલનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે શાંતિધામના પૂર્વ પ્રમુખ કનૈયાલાલ માળી,ટ્રસ્ટીઓ સર્વ મયંકભાઈ પટેલ,ઈશ્ર્વરભાઈ વારડે,છગનભાઈ પટેલ સહિત સૌએ ખાસ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિધામના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ જ્યારે આભારવિધિ ખજાનચી છગનભાઈ પટેલે કરી હતી. દાતાશ્રી માટે માધ્યમ બનનાર સંજયભાઈ ગેલોતને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત ના રહી શકનાર શાંતિધામના સ્થાપક પ્રમુખ ડો.નવીનકાકા,પૂર્વ પ્રમુખ ડો.ચંપકભાઈ ઝાલમોરા,ટ્રસ્ટી શંકરભાઈ કતીરા સહિત સૌએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.આગામી દિવસોમાં શાંતિધામના મુખ્ય ગેટ માટે રૂપિયા 21 લાખની યોજના જાહેર કરવામાં આવી હતી.

Related posts

*ટંકારા : *ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી*

Hello Morbi

*દીવાળીના તહેવારો નિમિતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગાયોને પૌષ્ટિક આહાર માટે પ્રેરણાદાયી દાન*

Hello Morbi

*વાંકાનેર હસનપર ગામે વેક્સિન કેમ્પનો પ્રથમ દિવસે 70 લોકોએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment