• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા કચ્છ વાગડ લોહાણા સમાજના નવા વરાયેલા પ્રમુખ તારાચંદભાઈ ઠકકરનું ડીસા જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

શ્રી જલારામ મંદિર ડીસાના નિયમિત દર્શનાર્થી અને આજીવન સહયોગી એવા અનેક સત્કાર્યોમાં ઉપયોગી થતા માનનીય શ્રી તારાચંદભાઈ ડી.ઠકકર/મજેઠીયાની કચ્છ વાગડ લોહાણા સમાજ ડીસાના પ્રમુખ તરીકે નિમણૂંક થતાં અને પૂજય જલારામબાપાના આશીર્વાદ લેવા ડીસા જલારામ મંદિરે પધારતાં તેમનું સાલ,સેવાખેસ અને જલારામ દર્શન ગ્રંથથી મંત્રોચ્ચાર દ્રારા દબદબાભેર સન્માન કરાયું હતું.આ શુભ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય,શશીકાંતભાઈ ડી.ઠકકર,ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય,રમણીકભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોકસી,આનંદભાઈ પી.ઠકકર,દીલીપભાઈ રતાણી,મંદિરના બેઉ પૂજારીજી તેમજ સેવક દીલીપભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પૂજય જલારામબાપાના જયઘોષ સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમના સન્માન બદલ તારાચંદભાઈ ઠકકરે પણ અત્યંત રાજીપો દર્શાવી સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી.

Related posts

*જોડિયા સંતશ્રી ભોલેબાબા ની ૩૬ મી પુણયતિથી નિમિતે ભવ્ય ભંડારો અને લોકડાયરો યોજાયો*

Hello Morbi

હવે ડ્રાઈવિંગ લાઈસેંસ માટે નહી જોવી પડે લાંબી રાહ, દિલ્હી સરકારે બનાવ્યો આ નિયમ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સર્વ જ્ઞાતી સમુહ લગ્ન યોજાશે 𝟐𝟏 નવ દંપતિઓ લગ્ન ગ્રંથી માં જોડાશે*

editor

Leave a Comment