• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે કોરોના પ્રતિકાર માટે આયુર્વેદિક ઉકાળાનું કરવામાં આવેલ વિતરણ*

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કકળાટ વધ્યો છે ત્યારે એલોપેથીની સાથેસાથે જ આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપાયોની પણ તાતી જરૂરિયાત ઉભી થઈ છે.તાજેતરમાં જ બનાસકાઠા જિલ્લા કલેકટર આનંદકુમાર પટેલની સીધી સૂચના અને ડીસા પ્રાંત અધિકારી હિરેન પટેલના માર્ગદર્શનથી એક અગત્યની બેઠક ડીસા મામલતદાર કચેરી ખાતે મળી હતી.આ મીટીંગમાં ડીસા મામલતદાર લાલજીભાઈ મકવાણા,મામલતદાર પારગી,જલારામ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ કનુભાઈ આચાર્ય,ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધુ,ડીસા કરિયાણા મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી,સાંઈબાબા ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈ પંચાલ તેમજ રામબાણ આયુર્વેદિક ઔષધીય ભંડારના કાંતિભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સઘન ચર્ચાવિચારણાને અંતે ડીસામાં કોરોના સામે ટકી રહેવા અને પ્રતિકાર શકિતની વૃધ્ધિ માટે જલારામ મંદિર,સાંઈબાબા મંદિર,ગાંધીચોક અને રિસાલા મંદિર એમ ચાર સ્થળે વારાફરતી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનું નકકી કરાયું હતું.

આ નિર્ણયના ફળ સ્વરૂપે તારીખ 19-4-2021 ને સોમવારે આયુર્વેદિક ઉકાળા વિતરણનો એક કેમ્પ જલારામ મંદિર ડીસા ખાતે સવારે 7=00 થી 9=00 દરમિયાન રાખવામાં આવ્યો હતો.આ કેમ્પનું ઉદઘાટન જલારામ મંદિરના પ્રમુખ કનુભાઈ આચાર્ય અને મામલતદાર લાલજીભાઈ મકવાણાના હસ્તે કરાયું હતું.રામબાણ આયુર્વેદિક ઔષધાલયના ખૂબ જ ઉત્સાહી અને સેવાભાવી કાંતિભાઈ માળીએ 2500(અઢી હજાર) લોકોને પૂરતા પ્રમાણમાં ઉકાળો મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.સરકારી ગાઈડલાઈન મુજબ સોશીયલ ડીસ્ટન્સ રાખી જેણે માસ્ક પહેરેલ હોય તેને જ ઉકાળો આપવામાં આવ્યો હતો.આ અવસરે ડીસા કરિયાણા મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈ મોદી,કલા સૃષ્ઠિ ફાઉન્ડેશનના ચંદુભાઈ એટીડી,વિવિધ સમાજ તેમજ સંસ્થાઓના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો અને પરિવાર તેમજ સોસાયટીના સભ્યો માટે પણ પોતપોતાના સાધનમાં ઉકાળો ઘેર લઈ ગયા હતા.ખૂબ જ ટૂંકા સમયમાં ઓછી જાહેરાત થવા છતાં લોકોએ પૂરતા પ્રમાણમાં આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.ડીસા જલારામ મંદિરના માધ્યમથી આવું સુંદર આયોજન થવા બદલ ટ્રસ્ટીઓ સર્વ કનુભાઈ આચાર્ય,શશીકાંતભાઈ ડી.ઠકકર,ભગવાનભાઈ બંધુ,ડો.કિશોર આસનાની,જગદીશભાઈ પૂજારા,નટુભાઈ આચાર્ય,નરેશભાઈ આચાર્ય સહિત સૌએ પણ અત્યંત રાજીપો દર્શાવ્યો હતો અને વહીવટીતંત્ર તેમજ કાંતિભાઈ માળી પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી.

Related posts

*ડીસા જલારામ મંદિર થી ધાનેરા જલારામ મંદિર સુધી પગપાળા યાત્રા નું રવિવાર તા 30 ના રોજ આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા:શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા*,

editor

હિન્દ મઝદૂર કિસાન સમિતિએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રીને સોંપ્યું મેમોરેન્ડમ

Hello Morbi

Leave a Comment