• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અરણેશ્વર દાદા ના પ્રાગટ્ય વિશે જે કાંઈ માહિતી મળી તેને સંકલન કરી અહીં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું*

 

હાલના ટંકારાના સાવડી ગામે ગામની દક્ષિણ દિશા તરફ જોધપર ઝાલા ગામના રસ્તા તરફ લગભગ ૫ કિલોમીટરના અંતરે સાવડી ના ખેડૂત તેમજ રાજાશાહી વખતના માનીતા પટેલ શ્રી મુખીબાપા શ્રી કરમશીભાઈ ગણેશભાઈ કારાવડીયાના સીમાડા ઉપર ખેતર આવેલું છે

 

કરમશીબાપા મોરબી સ્ટેટ ના માનીતા પટેલ હતા તેઓ એક વખત પોતાના ખેતરે આટો મારવા ગયેલા ત્યાં તેઓએ ખેતરના શેઢા પર અરણીના ઝાડ ઉગેલા જોયા અને સીમાડો હોવાથી આજુબાજુમાં પણ ઝાડી ઝાંખરા હોવાથી ઓર અરાવરુ જગ્યા અને વેરાન જમીન થઈ ગઈ હોવાથી તેઓને તે દૂર કરવાનું મન થયું એટલે તેઓએ જગ્યાનું નિરીક્ષણ કર્યું આમ કરતા તેઓની અરણીના ઝાડ વચ્ચે એક સફેદ પથ્થર જોવા મળ્યો તે પથ્થર ને લઇ આજુબાજુના બીજા નાના-મોટા પથ્થરો ભેગા કરી તેની ઉપર આ સફેદ પથ્થર મુક્યો કે જેથી ઝાડી ઝાંખરા સાફ કરીને બાપુને સફેદ પથ્થર માં શિવલિંગના દર્શન થયા જેથી તેઓએ પથ્થરમાંથી શિવલિંગ આકાર લઈ લેવાની વાત કરી પરંતુ મુખીબાપા એ કહ્યું કેજો શંકર ભગવાન અને પ્રગટ થવું હોય તો આ અરણીના ઝાડ નુ થડ ફાટી ને કહાર સામે આવે અને બધાને પરચો બતાવે તો આપણે સાચું માનીએ પરંતુ આ વાત રેવા ગીરી ને કહી ગમતા બધા ત્યાંથી ગામમાં પરત આવ્યા

 

સવારે સ્વપ્નની વાત મુખી બાપા એ પોતાના કુટુંબીઓને કરી અને આ વિચાર રેવા ગીરી ને જણાવવા સર્વે તેમની પાસે ગયા અને સ્વપ્નની વાત કરી એટલે રેવા ગીરી અને મુખીબાપા તથા ગામના અને અણેવાનો સીમાડે આવેલ મુખી બાપા ના ખેતરે ગયા તેઓએ જોયું તો ખરેખર અરણીના થડમાંથી સફેદ પથ્થર ની શિવલિંગ બહાર આવેલી દેખાણી જેથી બધાને આનંદનો પાર ન રહ્યો અને ઉત્સાહથી અરણી માંથી પ્રગટ થયા તેથી અરણેશ્વર મહાદેવ ની જય એમ કહી બધા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો વિચાર કરવા ગામમાં આવ્યા

 

વિક્રમ સવંત 1827 ના મહા માસમાં શિવલિંગની સ્થાપના કરવાના હેતુથી મુખીબાપા અને ગામના અણેવાનો ખેતરે આવ્યા કે જ્યાં પાણીનું ટીપુ પણ મળે નહીં બપોરનો વખત હતો સાથે લાવેલ ભાથુ તથા પાણી લઈ બધા બપોર કરવા બેઠા જમ્યા પછી થોડીવાર આરામ કરવા લાગ્યા

એ વખતે વિરવાવ થી ખોડાપીપર જતા રસ્તા પરથી ત્રણ ફકીર આવતા હોય એવું જોયું ફકીરે આવી સહુને જીવાર કર્યો અને ત્યાં વાતચીત કરી પાણી પીવા બેઠા વાતવાતમાં મહાદેવની શિવલિંગ નું સ્થાપન કરવા પાયાનું ખાતર મુહૂર્ત ની વાત જાણી બધા આરામ કરવા લાગ્યા બધા ને નીંદર આવી ગઈ થોડીવાર પછી જગ્યા ત્યારે ઊઠીને જોયું તો ફકીર પાયાનું મુહૂર્ત કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ બધાને એમ થયું કે ભગવાને જાતે આવી પાયા નું મુહૂર્ત કરેલ છે એવું વિચારી સૌ રાજી થયા અને ગામમાં પરત આવી ગયા

 

મહાશિવરાત્રી ના શુભ દિવસે શ્રી કરમશીભાઈ ગણેશભાઈ કારા વડીયાના હાથે શુભ મુહૂર્ત થયું શિવલિંગને સાવડી ગામે લાવી ઘરે ઘરે પધરામણી કરી રાત્રે ભજન-કિર્તન થયા અને બીજા દિવસે શિવલિંગને લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ તે દિવસે સાવડી ના શેઠ શ્રી લીલાધરભાઇ તરફથી પ્રસાદનું આયોજન થયું જેમાં સાવડી જોધપર ઝાલા ખોડાપીપર અને વિરવાવ વગેરે ગામના લોકોએ પ્રસાદ લીધો

 

હાલ 2020માં જ રાજકોટ રહેતા એક ભક્ત જેનું નામ છે સ્વ ગોરધનભાઈ સખીયા જે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ નામ નો વ્યવસાય કરે છે સખીયા ગોરધનભાઈ કરસનભાઈ શિવમંદિરમાં દાન આપેલ છે તે શ્રદ્ધા અને વિશ્વાસથી રાજકોટમાં ગુંદાવાડી માં જય રામજી મંદિર બનાવેલ છે તેમાં પણ સખીયા ભાઈનો મોટો ફાળો આપેલ અને રાજકોટ કોઠારિયાના જે જાગનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે તે મંદિરમાં પણ મોટા ફાળા રૂપે આપેલ તેઓ જ્યારે તેમના મિત્રો સાથે અરર્ણેશ્વર દાદાના દર્શને આવ્યા ત્યારે તેઓને થયું કે મંદિરનું જીણોધાર કરવાની જરૂર છે તો એક પણ મિનિટનો વિચાર કર્યા વગર ૨૦ લાખનું દાન કરેલ જેમાં પૂજારી શ્રી કિશોર દાસ બાપુના રહેવાનો રૂમ તથા ભક્ત જનોને ધુન ભજન માટે મોટુ જબરદસ્ત પટાંગણ તથા મંદિરના મુંગટ તેમજ શિવ પરિવાર માં આવતી તમામ મૂર્તિઓ હનુમાનજી દાદા વગેરે તેઓએ દાન કરેલ અને તેમને વિચાર આવ્યો કે મુકા તાલુકામાં ટંકારા તાલુકામાં ક્યાંય શ્રી ઉમિયા માતાનું મંદિર નથી તો તેમણે માતાજીના મંદિરની સાથે સાથે શ્રી ઉમિયા માતાજી શ્રી ખોડીયાર માતાજી શ્રી અંબાજી માતાજી શ્રી મહાકાળી માતાજી શ્રી મેલડી માતાજી શ્રી બહુચરાજી માતાજી શ્રી બ્રહ્માણી માતાજી શ્રી ચામુંડા માતાજી શ્રી ગાયત્રી માતાજી માં નવદુર્ગા વો અને શ્રી ભગવતી રાંદલ માતાજી તથા શ્રી શીતળા માતાજીની આવી રીતે મૂર્તિઓનું પણ દાન કરેલ સ્વ ગોરધનભાઈ સખીયા

તારીખ 11/ 5/ 2020 ને મંગળવાર ના રોજ અવસાન પામેલ તેમના પુત્ર રીકીન ભાઈ સખીયા એ આ મંદિરનું કામ સ્વ ગોરધનભાઈ સખીયા મંદિરનું કામ અધૂરું તે પૂર્ણ કરવા તેમના પુત્રએ હાથ ધરેલ તથા પ્રાણ પ્રતિષ્ઠા આ બધા દેવી દેવતાઓના પ્રાણ પ્રતિષ્ઠા તારીખ ૧૭/૧૮/૦૭/૨૦૨૧ ના રોજ સ્વ ગોરધનભાઈ સખીયા ના પુત્ર રીકીન ભાઈ સખીયા ના હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં કરવામાં આવેલ છે.              પૂજારી નો પરિચય

 

શ્રાવણ માસ શિવાયના સમયમા શિવ અપૂજ રહેતા હોવાથી ભગવાનને પણ કેમ જાણે એમ થયું હોય કે મારો પુજારી હોય તો સારુ આવું વિચારી મહાદેવજીએ પોતાનો પુજારી પણ શોધી લીધો વિક્રમ સવંત ૨૦૩૪ ની સાલમાં પૂજારી શ્રી કિશોરદાસ બાપુએ મહાદેવની પૂજા શરૂ કરી

 

પૂજારી શ્રી કિશોર દાસ બાપુ કચ્છના વતની અને ઠક્કર કુળમાં જન્મેલા કિશોર દાસ બાપુ નો જન્મ થતો જ તેઓના માતા-પિતા આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા તેઓના કુટુંબી કે મોસાળમાં કોઈ તેઓને ઉછેરી શકે તેઓ ન હતું આથી ગામ લોકોને આ બાળકને ઉછેર સે કોણ તેવો પ્રશ્ન થયો

 

પરંતુ ગામના બ્રાહ્મણ શ્રી પરશુરામ ભાઈ ને ત્યાં સંતાન ન હોવાથી આ બાળકને ઉછેરવાનું તેઓએ માથે લીધું પોતાનું બાળક ન હોવાથી આ બાળક દત્તક લઈ તેઓએ પોતાના બાળકની જેમ લાડકોડથી ઉછેરી મોટા આગરીયા મોટા કર્યા અને અત્યારે હાલ કિશોર દાસ બાપુ ને આ અરણેશ્વર મહાદેવની પૂજામાં લગભગ 43 .44 વર્ષ અરણેશ્વર મહાદેવની પૂજામાં વિતયા

ભક્તો અરણેશ્વર મહાદેવના દર્શન કરતા મંદિરનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે

 

જય અરણેશ્વર મહાદેવ

રિ. ધર્મેન્દ્રસિંહ જાડેજા

Related posts

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા: સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કુંતાસીના*

Hello Morbi

*મોરબી નગર પાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખી રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment