• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પીડિત પરિવારોની મુલાકાતે આપના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી કોડીનાર*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*એક કદમ માનવતા માટેના નારા સાથે મહેશભાઈ સવાણી ગીર સોમનાથના પીડિત માછીમારોની મુલાકાતે*

 

*પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પીડિત પરિવારોની મુલાકાતે આપ ના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી*

 

પાકિસ્તાની જેલમાં કેદ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ જિલ્લાના માછીમારો ઘણા લાંબા સમયથી પાકિસ્તાની જેલમાં કેદ છે. તેમના બાળકો,મહિલાઓ અને વૃદ્ધ સૌ કોઈ અને સાથે આ બિમારી, વાવાઝોડા અને વાયરસ જેવી મહામારી આ બધી સમસ્યાઓ વચ્ચે ખુબ જ ગંભીર રીતે ઝૂઝતા આ પીડિત પરિવારોના આંસુઓ પણ હવે સુકાય ગયા છે. વધયો છે હવે ચિત્કાર અને માત્ર વેદના. જેવી નર્કગર જિંદગી પાકિસ્તાની જેલમાં આ પીડિત પરિવારના મોભીઓ, દીકરાઓ, ભાઈઓ અને યુવાનો તથા તમામ કાપી રહ્યા છે, તેનાથી પણ વધુ કારમી અને કારાગર જેવી જિંદગી અહી આ બહેનો, મહિલાઓ અને બાળકો સાથે દુષ્કર જીવન જીવી રહ્યાં છે. માછીમારોની સમસ્યાઓ બાબતે સરકારના લાગુ પડતા દરેક વિભાગોને ગીર સોમનાથ જિલ્લાના જ નહિ સમગ્ર ગુજરાત અને ભારતભરની ઘણી બધી સંસ્થાઓ, સંગઠનો તેમજ સામાજિક, રાજકીય અગ્રણીઓએ રજૂઆતો કરી પણ આ પીડિત પરિવારોની વેદના ને વાચા આપવા આજ દિવસ સુધી કોઈ પણ રૂબરૂ કોઈ આવ્યુ નથી. રજૂઆતો થઈને લીગલ પ્રોસીજર કરવામાં આવી અને ગીર સોમનાથ જિલ્લાની સામાજિક સંસ્થાઓ તેમજ દિવ અને ગુજરાત રાજ્યના અનેક સંગઠનો તથા સંસ્થાઓ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર કક્ષાએ રજૂઆતો કરી તેમજ આ બાબતે હાઈકોર્ટે ના એડવોકેટ દ્વારા તો તેમનો કેસ કોર્ટમાં નિશુલ્ક લડી આપવાના એંધાણ પણ આપ્યા પણ આ બાબતે કોઈ નક્કર પગલાં લેવા સરકાર કેમ તૈયાર નથી એ સમજાતુ નથી.મજબૂરીમા ૫૦-૧૦૦ રૂપિયાની મજૂરી અર્થે પરિવારનું પેટ પાળવા આ ગરીબ અને લાચાર મજદૂર માછીમારો દરિયો ખેડવા મજબૂર બને છે.આ ગરીબ અને લાચાર લોકો આજે પાંચ વર્ષ થી કોઈ ત્રણ વર્ષ થી કેદ છે તો તેમને છોડાવવા સરકાર એ મરણીયો પ્રયાસ કરવો જોઈએ કેમકે આ ગામડાના ગરીબોને જ નહિ પાકિસ્તાની જેલમાં ભારત દેશની આબરૂ પાંચ પાંચ વર્ષ થી પડી છે. દાજતુ ના હોય તો કાઇ નહિ લાજવુ જોઇએ. આ પરિવારોની મુલાકાતે આજે એટલા સમય બાદ આપ પાર્ટીના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી તથા તેમની સમગ્ર ટીમ તેમની દુખ અને વેદના માં સહભાગી થવા આવ્યા હતા. તેમણે આ બાબતે આંખોમાં આંસુઓ સાથે પોતાનો આક્રોશ ઠાલવી પક્ષ નહિ પણ પ્રજાના સેવક અને પ્રતિનિધિ તરીકે હું એ આપણા ગરીબ અને લાચાર લોકોની મુક્તિ માટે ગમે તે કરવા તૈયાર છું તેમ જણાવ્યુ હતું.

આ બાબતે ગીર સોમનાથ જિલ્લાના તેમજ કોડીનાર તાલુકાના લોકો હાજર રહ્યા હતા. સાથે અલગ અલગ જગ્યાએથી માછીમારો માટે કાર્ય કરતા નેતાઓ, સામાજિક અગ્રણીઓ સાથે સમગ્ર ગ્રામજનો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણી કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે પીડિત માછીમાર પરિવારોના જે માછીમાર ભાઈઓ પાકિસ્તાન જેલમાં કેદ છે તેમના પરિવારની વેદના વ્યથાને સાંભળવા તથા પાકિસ્તાન જેલમાંથી મુક્તિ માટે સરકારને રજુઆત કરવા માટે માનવતા દાખવીને પીડિત માછીમારના પરિવારની રૂબરૂ મુલાકાત માટે આવ્યા હતા ત્યારે કોડીનાર ગ્રામ્ય વિસ્તારના પીડિત માછીમાર પરિવારના સભ્યો તેમજ તમામ માનવતાવાદી અને રાષ્ટ્રવાદી લોકોએ આ સાથે હાજર રહ્યા હતા. આ ગીર સોમનાથ સંવેદના યાત્રાનો રૂટ આ મુજબ હતો

ગામ -જંત્રાખડી

સમય- ૦૨: ૪૫ કલાકે બપોરના ગામ- ચીખલી

સમય- ૦૩: ૪૫ કલાકે બપોરના

ગીર સોમનાથ જિલ્લા સંવેદના યાત્રા સમિતિ – કોડીનાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે

આ કાર્યક્રમ એ માનવતા અને રાષ્ટ્રવાદ તરફ એક કદમ છે… માનવીય અભિગમ અને સંવેદના સાથે જોડાયેલા લોકો તથા પીડિત પરિવાર સાથે સંવેદના ધરાવતા સર્વ લોકોને આમંત્રિત કરવામાં આવે છે તેવી અપીલ કરવામાં આવી હતી અને ગામડાના અનેક લોકો સમગ્ર જિલ્લામાંથી અહી હાજર રહ્યા હતા. આ હાજરી પાછળ છુપાય હતી તેમની વેદના અને દુખ.મહેશભાઈ સવાણીએ આ માછીમાર બહેનોની રજૂઆતો સાંભળી અને તેમને કેન્દ્ર સુધી રજૂઆતો તેમજ લડત કરવા સાથે રહેવા આશ્વાસન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા મહિનાઓ પહેલા જયારે સામાજિક સંસ્થાઓ અને સંગઠનો સાથે બિન રાજકીય રીતે જયારે જિલ્લા કલેકટર ગીર સોમનાથ દ્વારા પ્રધાનમંત્રી ને અંતિમ ન્યાય માટેની અરજી કરવામાં આવી તે સમયે ગીર સોમનાથ જિલ્લાના સંવેદનશીલ સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા તત્કાળ દિલ્હી મુલાકાત લઈને ગ્રૂહ મંત્રી અમિત શાહ ને રૂબરૂ રજુઆત કરી હતી તેમજ આ બાબતે ખાત્રી આપી હતી સાથે ન્યૂઝ માં પણ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. પછી ઘણો સમય વીત્યો અને આઝાદી પર્વમાં જે આશા હતી કે બંને દેશો અરસપરસ માછીમાર મજૂરોને મુક્ત કરશે તે સમગ્ર આશા ઉપર પાણી ફરી વળ્યુ અને દિવાળી નજીક આવી ગઇ તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો પણ ગુજરાતમાં જાહેર થવા લાગી. આમની આશા ઉપર પાણી ફરી વળ્યુ અને રહ્યુ માત્ર આંખોમાં આંસુઓ !!દુખ અને અસહ્ય વેદના તેમજ નર્કગર જિંદગી………..!!! હવે જોવુ એ રહ્યુ કે આજ સુધી કોઈ કોડીનાર ના ધારાસભ્ય કે કોઈ રાજકીય નેતાઓ દ્વારા રૂબરૂ મુલાકાત આ પીડિત પરિવારોની લેવામા આવી નથી તો હવે આ બાબતે આગળ શું પરિણામ આવશે અને મહેશભાઈ આ બાબતે ગુજરાત સરકાર અને દિલ્હીના દરવાજા ખખડાવે છે કે કેમ એ જોવુ રહ્યુ. ટૂંકમાં માછીમારોની વેદના બાબતે સંવેદનશીલ સરકાર શું યોગ્ય નિરાકરણ લાવશે કે કેમ.!!

 

Related posts

ભાવનગર શહેરના પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં લોકોમાં ચુંટણીને લઇ અનેરો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટીને ખુલ્લુ સમર્થન……..

Hello Morbi

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI NEWS: લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આજે આયોજન*

editor

Leave a Comment