• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુરતના (પૂર્વ.) કોર્પોરેટર અનિલભાઈ ભોજની એક વિચાર એક ભારત સંગઠનમાં દક્ષિણ ઝોન ગુજરાત પ્રભારી તરીકે નિમણુંક*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*નવજીવન માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ યુથ આઇડિયલ પ્રોજેક્ટ પ્રેરક*

 

*અનિલભાઈ ભોજ દ્વારા કાયદો, શિક્ષણ અને રોજગારલક્ષી કાર્યક્રમો કરવા આહવાહન*

 

રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારતના દક્ષિણ ઝોન પ્રભારી – ગુજરાત રાજ્યના પદ ઉપર સુરત શહેરના જન નાયક અને લોકપ્રિય અગ્રણી તરીકે સ્થાન ધરાવનાર સક્રિય સામાજીક આગેવાન તેમજ સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનના પૂર્વ નગરસેવક અનિલભાઈ કાનજીભાઈ ભોજની આજે દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી હતી. સ્વભાવે વિનમ્ર, વિવેકી, કાર્યશીલ અને સંગઠન શક્તિ ધરાવતા એવા સુશિક્ષિત યુવા અગ્રણી તેમની એક લાંબી યાત્રા છે સામાજિક જીવન અને રાજકીય જીવન માં સાદગીપૂર્ણ રીતે અનેક લોકો ખાસ કરીને યુવાનો,મજૂરો અને વેપારીઓ સાથે અગણિત કાર્યો કરી પોતાની આગવી છબી નિર્માણ કરી હતી. તેમની પાસે દક્ષિણ ગુજરાત તેમજ ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં તમામ વિસ્તારમાં શૈક્ષણિક, સામાજિક ઉત્કર્ષ, આર્થિક આયોજનો તથા રોજગાર લક્ષ કાર્યક્રમો તેમજ હાલમાં યુથ આઇડિયલ પ્રોજેક્ટ જેવી યુવાનો માટેની કામગીરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના વર્ગોની વિચારધારા તેમજ જાહેર ગ્રંથાલય તથા વખતોવખત સામાજિક કાર્યક્રમો અને ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમો કરવામા હમેશા અનિલભાઈ ભોજ આગ્રા ભૂમિકામાં નજરે પડે છે. સંગઠનના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં યુવાઓના ઉત્થાન હેતુથી અનેક અપેક્ષાઓ સાથે હૃદય પૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે. રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારત ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી પારૂલ રાજ. સોલંકી દ્વારા અનિલભાઈ ભોજની ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોન પ્રભારી તરીકે નિમણુક પત્ર પાઠવી અને સોશ્યલ મીડિયા અને આઇ ટી સેલ અધ્યક્ષ ક્યુમભાઈ જુનેજા એ લીગલ નિયુક્તિ પત્ર સાથે અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના વિકસિત અને મહાનગરોમાં સુરત શહેરમાં ખૂબ વિશાળ સર્વ સમાજના લોકો સાથે પોતાની આગવી પ્રતિભાને કારણે ચાહકોનો વર્ગ ધરાવનાર તેમજ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવારત એવા અનિલભાઈ ભોજની નિમણુકએ ગુજરાતના સામાજિક અને યુવાનો માટે યુથ આઈડિલ પ્રોજેકટની નવરચના એ ખરેખર સમગ્ર ગુજરાત માટે અભિનદન ને પાત્ર છે. તેમજ શ્રમિકો અને યુવાનો માટે સેવાનું કાર્ય કરનાર અનિલભાઈ ભોજને આ નિમણુક બદલ સંસ્થાના હોદેદારો તેમજ તેમના લાખ થી વધુ ચાહકોએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આ નિમણુક બદલ ગુજરાતના બહુ વિખ્યાત કાયદો, શિક્ષણ અને રોજગાર પર કાર્યરત સંગઠન એક વિચાર એક ભારત ગુજરાત યુનિટ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.. તેમને આ નિમણુક બાબતે સમગ્ર ગુજરાતને એક સંદેશો પાઠવ્યો હતો તેમજ એક વિચાર એક ભારત સંગઠનની વિચારધારા જનજન સુધી પહોચાડવા માટે

એક વિચાર એક ભારતના દક્ષિણ ગુજરાત પ્રદેશ પ્રભારી અનિલભાઈ ભોજનું યુવાનો માટે નૂતન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાતના લોકો રોજગારી માટે એકત્રિત થાય છે. ઉધોગો થી નાના વેપારીઓ તેમજ સંસ્થા દ્વારા રોજગારી નિર્માણ ના ઉદેશ થી આ બાબતે સુરત ખાતે એક વિચાર એક ભારત રાષ્ટ્રીય સંગઠનના દક્ષિણ ઝોન પ્રભારી અનિલ ભોજની સંસ્થા નવજીવન માનવ સેવા ટ્રસ્ટ રજી. સંસ્થા દ્વારા યુથ આઇડિયલ પ્રોજેક્ટ અંતર્ગત કારકીર્દી માર્ગદર્શન અને શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓ માટે સરકારી ખાનગી નોકરી અંગે માર્ગદર્શન તેમજ. એક વિરાટ વ્યક્તિત્વ માટે એક વિચાર એક ભારત રાષ્ટ્રીય સંગઠનના પ્રેરક રાજેશ સોલંકી અને આઇ.ટી.સેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ક્યુમભાઈ જુણેજા તેમજ સમગ્ર પ્રદેશની ટીમ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.

Related posts

*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ સંવાદ નું આયોજન થયેલ*

Hello Morbi

*HELLO MORBI: માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*

editor

*જિલ્લા પચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રભારી જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ હોદેદારો આગેવાનો* *

Hello Morbi

Leave a Comment