• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ માં કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રી માધાંતા ભગવાન ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજરોજ મકરસંક્રાંતિ ઉત્તરાયણ ના દિવસે કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રી માધાંતા ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે માંધાતા ગ્રુપ ઘાંટવડ ની ટીમ ના આયોજકો દ્વારા સાદાઈ થી ઇષ્ટદેવ શ્રી માંધાતા ભગવાન ના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન અને નિયમોને ધ્યાનમાં રાખી સાદાઈ થી આયોજન કરેલ હતું. જેમાં શ્રી રૂદરેશ્વર જાગીર ભારથી આશ્રમ ના મહંત શ્રી મુક્તાનંદ ભારથીજી મહારાજ,ગામના નવનિયુક્ત સરપંચ અબ્દુલભાઇ મહેતર તથા ઘાંટવડના યુવા પત્રકાર શબ્બીર ભાઈ સેલોત તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા માજી સરપંચ વાલજી ભાઈ માજી સરપંચ લખમણભાઈ ચુડાસમાં તાલુકા પંચાયત ના સદસ્ય ડાયાભાઇ વાઢેળ કોળી સેના ઘાંટવડ પ્રમુખ રાણા ભાઈ પરમાર તથા ઉપ પ્રમુખ રમેશભાઈ બાંભણિયા તથા મહામંત્રી યોગેશભાઈ વાળા ઘાંટવડ ગ્રામ પંચાયત ના VCA દિનેશ ભાઈ ચુડાસમા તથા,કોળી સમાજના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય મસરીભાઈ બાંભણીયા તેમજ નામી અનામી આગેવાનો અને યુવાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને કેક કાપવામાં આવ્યો હતો.સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઘાંટવડ,ના હિન્દુ તથા મુસ્લીમ સમાજ આગેવાનો હોદેદારો પધારેલા સમાજના જ્ઞાતિબંધુઓએ હાજરી આપી શ્રી માંધાતા ભગવાનની પૂજા આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો આ તકે માંધાતા ગ્રુપ અને સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સમાજના સંગઠન, શિક્ષણ અને આર્થિક વિકાસ માટે યુવાનોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સૌ લોકોએ સમુહમાં પ્રસાદી નો લાભ લીધો હતો.

 

Related posts

*HELLO MORBI:મોરબી રામાનંદી સાધુ સમાજ ના તેજસ્વી તારલાઓ નું સરસ્વતી સન્માન કાર્યક્ર્મ યોજાયો*

editor

*HELLO MORBI: મોરબી:અક્ષર હોમ ડેકોર અને નાસા ગ્રુપ ઓફ એડયુકેશન આયોજિત બાય બાય નવરાત્રી મહોત્સવ -2023 કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી:દસનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન: તારીખ ૨૩-૨-૨૦૨૫ ને રવિવારના રોજ મોરબી ખાતે યોજાશે*

editor

Leave a Comment