• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”ખેડૂતોનો પાક ખેડૂતોના ભાવે વેચાશે ! લોઢવા ગામનાં ખેડૂતોએ કર્યો નિર્ણય..*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ખેડૂતોએ મહામહેનતે પકવેલો પાક પાણીના ભાવે વેચવો પડતો હોય છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં લોઢવા ગામના ખેડૂતો એ એક નવી પહેલ કરી છે. જેમાં ખેડૂતઓ એક સંપ કરી ઘઉં અને ચણાના ભાવ નિયત કર્યા છે, તેઓ નિયત કરેલા ભાવ મળે તો જ વેપારીઓને પાક વેચશે તેમ જણાવી રહ્યા છે., ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામ ખાતે દેવાયત બોદર ચોક પાસે સરપંચ અને આગેવાનો ની હાજરીમાં એક ખેડૂત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખેડૂતોને પાકના નિચા ભાવ મળતા હોય તેઓ એ ખેડૂતોના પાકના ભાવ નક્કી કરી સંકલ્પ કર્યો હતો. જેમાં લોઢવા ગામના ખેડૂતોએ પોતાના 20 કિલો ઘઉંનાં રૂપિયા 405 તેમજ ચણા પ્રતિ 20 કિલો 1 હજાર 46 રૂપિયા નક્કી કર્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ લોઢવા ગામના ખેડૂતોએ મગફળીના પાકના ભાવ એક મણના રૂપિયા 1100 નક્કી કર્યા હતા. જે સમયે ખેડૂતોને સારો પ્રતિસાદ પણ મળ્યો હોવાના અહેવાલ છે. જેના કારણે આસપાસના ગામના ખેડૂતોને પણ ફાયદો થયો હતો તેમ ખેડૂતો જણાવે છે. જેના કારણે આ વખતે પણ ખેડૂતોએ ઘઉં અને ચણાના પાકના ભાવ નક્કી કર્યા છે અને તેમને લાભ થશે તેવી આશા સેવાઈ રહી છે.

ખેડૂતોને મોસમમાં પાક લણણી થાય ત્યારે પુરતા ભાવ ન મળવાની ફરિયાદો વર્ષોથી ઉઠતી રહી છે. ત્યારે લોઢવા ગામના ખેડૂતો એ આ સમસ્યાનું નિરાકર કરવાનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં ખેડૂતો એખ સંપ બની પોતાના પાકની કિંમત નક્કી કરે છે અને એ જ ભાવે વેપારીને વેચાણ કરે છે.

Related posts

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા ભંડારાનું આયોજન કરાયુ:ભક્તજનોને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ, સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

editor

Leave a Comment