• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગોકુલધામ નાર દ્વારા વિશ્વ મહિલા દિવસે નારી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ*              

રિપોર્ટર મહમંદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

તારાપુર: સમગ્ર વિશ્વમાં 8 માર્ચ મહિલા દિનની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે . ત્યારે સમાજસેવાના દરેક ક્ષેત્રમાં અગ્રેસર ધર્મસંસ્થા ગોકુલધામ નાર દ્વારા પણ આ દિવસે બહેનો માટે ઉપયોગી એવા અર્થસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સામાન્યતઃ પરિવારના દરેકના સ્વાસ્થથી લઇ દરેક બાબતો માટે ચિતિંત ગૃહલક્ષ્મી ક્યારેક પોતાના પ્રત્યે જ જાણે અજાણે બેદરકારી રહ્યો છે . ઘરના આધારસ્તંભ સમી મહિલા જાગૃત રહે તો સંપૂર્ણ પરિવારને લાભથી બની રહે છે.આ વિષયને કેન્દ્રમાં રાખી ગોકુલધામ ખાતે નારી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ પૂ.ગીતાબા તથા પૂ.રાધાબાના નેતૃત્વમાં આયોજીત આ કાર્યક્રમમાં ભાવનાબેન મહેશભાઇ રાવલ ( ખંભાત ) – સી.ડી.પી.ઓ. કલ્પનાબેન તથા જિલ્લાના અગ્રણી મહિલાશક્તિ ઉપસ્થિત રહેલ શિબિરના મુખ્ય વક્તા અને જાણીતા લેખિકા મેઘનાબેન જોષીએ તેમની આગવી શૈલીમાં ધારદાર રજૂઆત કરી વિષયને પૂરો ન્યાય આપેલ તેઓએ જણાવેલ કે રસોડાની રાણી અને ઘરની પટરાણી તંદુરસ્ત થશે તો જ સારી રીતે પરિવારને ન્યાય આપી શકશે દિવસભર કામો તો રહેવાના જ , પરંતુ સમય વ્યવસ્થાપન કરીને બહેનોએ થોડો સમય પોતાની કાળજી માટે રાખવાની શીખ આપવા સાથે ગોકુલધામ દ્વારા અનોખી પહેલ સાથે આ દિવસની ઉજવણીને સાર્થક બનાવેલ . આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ . એમ.ટી. છારી તેમજ ડૉ.પાઠક – તારાપુર તાલુકા આરોગ્ય અધિકારી , ડૉ.રાઠોડ – પેટલાદ તાલુકા આરોગ્ય અધિકારી સૌએ પણ ઉપસ્થિત રહી ઉમદા માર્ગદર્શન આપેલ .

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*મોરબી સરકારી હોસ્પિટલ ના સેવાભાવી હસીના બેન લાડકા દ્વારા સોમવારે 35 બિનવારસુ મૂતૅક અસ્થિ દરિયામાં હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવશે*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

Hello Morbi

*HELLO MORBI:પાળીયાદ ખાતે વિસામણબાપુની જગ્યામાં અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટીયા*

editor

Leave a Comment