• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન*

શરદ એમ.રાવલ.

હડિયાણા.

જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ સંદર્ભે “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા નૃત્ય, રાજસ્થાની નૃત્ય, આદિવાસી નૃત્ય, કર્મા નૃત્ય વગેરે પ્રકારના નૃત્યો અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, ગાંધીજી, ગોવાળિયા, પોલીસમેન, વકીલ, ડોક્ટર, વગેરેની વેશભૂષા રજૂ કરી હતી. આ સ્પર્ધામાં શાળાની ધોરણ ૧ થી ૮ ની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા બહેનોની શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત કાર્યક્રમના અંતે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા રંગોના તહેવાર એવા ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી હતી…..

 

Related posts

“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું : વધુ ધિરાણ આપનાર પ્રથમ ત્રણ સહકારી બેંકોના ચેરમેનશ્રીઓનું મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે સન્માન”

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુનું રાયકા ટાઈમ્સ ઈન્ડિયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી કરવામાં આવેલ સન્માન*

editor

*કાલાવડ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન સમા ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી*

Hello Morbi

Leave a Comment