• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા રંગેચંગે યોજાયો 211 મો મહા ભજનોત્સવ*

ડીસા નગરમાં છેલ્લા ચાર વર્ષથી દર ગુ રકરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન થકી અનોખી ગૌસેવા થાય છે.ગત ગુરૂવારે 211 મા ગુરૂવાર નિમિતે મહાઆરતી,સંસ્થાકીય સન્માન, શોભાયાત્રા,ભોજન પ્રસાદ સાથે મહા ભજનોત્સવનું દિવ્ય આયોજન કરાયું હતું.ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના ડો.બલવંતભાઈ પંચાલ, ડો.પ્રધુમન અગ્રવાલ, હરિઓમ ટ્રસ્ટના હાપુજી માળી,દીલીપભાઈ ઠરિયાણી,નટુભાઈ વ્યાસ, સાંઈબાબા ટ્રસ્ટના સતીષભાઈ પંચાલ, અમીતભાઈ ઠકકર, ગાયત્રી પરિવારના પ્રકાશભાઈ ઠકકર, વાલ્મીકી સમાજના કિશોરભાઈ, છનાભાઈ સહિત સૌ મહાનુભાવોનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી સન્માન કરાયું હતું.

મહાઆરતી,શોભાયાત્રા,ભોજન પ્રસાદ બાદ રાખેલ ભજનમાં પાંચ જેટલા સંતોની પધરામણી થતાં તેમનું સન્માન કરી ભેટપૂજા કરાઈ હતી.પૂજ્ય જલારામ બાપાના ભજન થકી એકત્રિત થયેલ રૂપિયા 3,89,000(ત્રણ લાખ નેવ્યાસી હજાર) નું વિવિધ ગૌશાળાઓમાં દાન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર, આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,લાલાભાઈ ઠકકર, પિયુષભાઈ અખાણી, મંદિરના ટ્રસ્ટીઓ-સેવકો, જલારામ સત્સંગ મંડળના સભ્યો સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.આ શુભ અવસરે ઉપસ્થિત રહેલ પત્રકારોને આભાર માની સન્માનિત કરાયા હતા.

Related posts

*HELLO MORBI:શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર*

editor

*HELLO MORBI: મોરબીના ઘુટુ ગામે રહેણાંક ના મકાનના ફળિયામાં છુપાવેલો 95 બોટલ દારૂ ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI:જીવનદર્શન* *કરૂણા,દયા તેમજ મમતાની મૂર્તિ સમાન ડીસાનાં પ્રભાબેન અંબાલાલ ઠક્કરનું સ્વર્ગાગમન*

editor

Leave a Comment